Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

લૂંટના ઇરાદે નિકળેલ બોરવાવ અને પાટીદડના એ શખ્સો શસ્ત્રો-કાર સાથે ધોરાજીમાં ઝડપાયા

ધોરાજી તા. રપઃ.. પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક જે. એમ. ભરવાડની મીલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા સુચના હોય જે અંગે ધોરાજી પો. સ્ટે.ના પો. ઇન્સ. વી. એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ. એસ. એમ. વસાવા તથા પો. હેઙ કોન્સ. લાલજીભાઇ જાંબુકીયા તથા અનિરૂધ્ધસિંહ ઝાલા તથા ઘનશ્યામસિંહ જાડેજા તથા અશોકભાઇ મણવર એ ધોરાજી પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેઙ લાલજીભાઇ જાંબુકીયા તથા પો. કોન્સ. અનિરૂધ્ધસિંહ ઝાલા તથા અજીતભાઇ ગંભીરને હકિકત મળેલ કે અમુક ઇસમો જેતપુર તરફથી એક સફેદ કલરની એલેન્ટ્રા કાર રજી. નં. જીજે-૦પ-સીજે ૧૩૬૦ ની લઇને કોઇ ચોરી, લૂંટ, ધાડ જેવા ગુન્હાને અંજામ આપવા માટે ઘાતક હથીયારો સાથે ધોરાજી તરફ આવતા હોય જેથી વોચમાં રહી હકિકત વાળી ફોર વ્હીલ આવતા રોકી હથીયાર તથા આરોપીની પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી (૧) વિપુલ ઉર્ફે ભરત ઉર્ફે વિજય ઉર્ફે બાપુ છગનભાઇ જોટંગીયા વાણંદ ઉ.૩ર રહે. મુળ બોરવાવ તા. તાલાળા હાલ રહે. સુરત માકડા ગામ સુરભી સોસાયટી શેરી નં. ૩, (ર) અંકીત ઉર્ફે ગાંડો રમણીકભાઇ કાછડ આહીર ઉ.ર૭ ધંધો મજૂરી રહે. પાટીદડ તા. ગોંડલ પૈકી પહેલા આરોપી (૧) ચારેક મહીના પહેલા ડીંડોલી પો. સ્ટે. સુરત શહેરમાંથી પકડાયેલ કાર એલેન્ટ્રા ફોર વ્હીલ ગાડી નં. જીજે-૦પ-સીજે ૧૩૬૦ એન્જીન નં. જી-૪-જીબી-૪૯૭૦૩૬૩ તથા ચેસીસ નં. એમએએલડીએન-૪૧-સીઆર-પ-એમ. ૦૦પ૧૩પ ની ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ છે. જે ડીંડોલી પો. સ્ટે. ફર્સ્ટ ગુ. ર. નં. ૪૮/૧૯ આઇ. પી. સી. ૩૭૯ મુજબ દાખલ થયેલ છે.

(ર) મજકુર પુણા ગામ પો. સ્ટે. ફસ્ટ ગુ. ર. નં. ૧૮૩/૧૭ આઇ. પી. સી. ૪૦૬, ૪ર૦ ના કામનો નાસતો ફરતો આરોપી છે.

(૩) મજકુરે સુરત ગ્રામ્યના કઠોર ગામમાં આશરે ૧૧ વર્ષ પહેલા એક સ્ત્રીનું મર્ડર કરેલ છે. જેમાં ચારેક વર્ષ પહેલા નિર્દોષ છૂટેલ છે.

બીજા આરોપીએ ગોંડલ તાલુકા પો. સ્ટે. માં મારા મારીના ગુન્હામાં પકડાયેલ છે જે ગોંડલ તાલુકા પો. સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૬૪/૧૯ આઇ. પી. સી. ૩ર૩, ૧૧૪ જી. પી. એકટ ૧૩પ મુજબ દાખલ થયેલ છે.

(1:17 pm IST)