Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

લખતર-વિરમગામ રોડ ઉપરથી પસાર થઇ રહેલા ટ્રકમાંથી બે લાખના પ્લાસ્ટીક દાણાની ચોરી

સુરેન્દ્રનગર, તા. રપ : લખતર વિરમગામ રોડ પરથી પસાર થઇ રહેલ ટ્રકમાંથી બે લાખથી વધુ ના દાણાની ચાલુ ટ્રેક ચોરી થતા ચકચાર ફેલાઇ જવા પામી છે. ત્યારે લખતરમાં આવેલી અન્નપૂર્ણા હોટલમાં ટ્રક લઇ જઇ તપાસ કરતા તેની ૮૦ થેલી (બોરી) આશરે બે ટન વજન રૂ. ર૦૮૪૦૦/-નો માલ ઓછો થયાનું જણાવતા લખતર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ બનાવની વિગતો મુજબ જોધપુર પંજાબની નજીક આવેલ એચપીસીએલ મિલત એનર્જી કંપનીમાંથી પ્રા.લી. પોપલીન હોમો પોલીમર (પોલિશર પી.પી. દાણા) લઇ નીકળેલ ટ્રક નંબર આરજે-૦૭-જીએ-૦૦૮૯માં ૭૬૦ બોરી લઇને રાજકોટ પાસે આવેલ શાપરના રાજીવ પેટ્રોકેમિકલ પ્રાઇવેટ લિમિટેડ જઇ રહેલ હતો. ત્યારે લખતર એસ્સાર પેટ્રોલ પમ્પ પાસે પાછળથી આવેલ ટ્રકના ડ્રાઇવર દ્વારા જાણ કરેલ કે તમારા ટ્રકના દોરડા તૂટી ગયેલ છે. આથી ડ્રાઇવર સાવરલાલ રામેશ્વરદાસ સિંગલ દ્વારા લખતરમાં આવેલી અન્નપુર્ણા હોટલમાં ટ્રક લઇ જઇ તપાસ કરતા તેની ૮૦ થેલી (બોરી) આશરે બે ટન વજન રૂ. ર૦૮૪૦૦નો માલ ઓછો થયાનું જણાતા તેના દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા લખતર પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીની શોધખોળ ચાલુ કરી હતી.

(1:16 pm IST)