Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સુરેન્દ્રનગરમાં ઝરમર વરસાદઃ લીંબડીમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી

મોરબી-વઢવાણ તા. રપઃ સુરેન્દ્રનગરમાં આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

લીંમડીમાં સવારના વરસાદી માહોલ અને છાંટા છુટીના માહોલ વચ્ચે ભારે પવન ફુંકાતા ગ્રીન ચોકમાં લીંમડાનું વૃક્ષ ધરાશાઇ થતા આ વિસ્તારનો રસ્તો બંધ થતા લોકોને બીજા રસ્તા ઉપરથી પસાર થઇ રહ્યા છે ત્યારે લીંબડી-ચુડામાં ઝરમર વરસાદ સુરેન્દ્રનગર-વઢવાણમાં પણ ઝરમર વરસાદ જયારે ધ્રાંગધ્રા-લખતર-મુળી ચોટીલા-પાટડી જેવા વિસ્તાર વરસાદી માહોલ છવાયેલો રહ્યો છે. ત્યારે હાલ પણ ઝાલાવાડમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદની રાહમાં ઝાલાવાડ રહેલું છે.

(1:15 pm IST)