Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મોરબીમાં ધીમીધારે-ચોટીલા, વાંકાનેરમાં અનરાધાર વરસાદ

મોરબી-વઢવાણ તા.૨૫: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મેઘાવી માહોલ બરાબરનો જામતો જાય છે આવા વાતાવરણ વચ્ચે મોરબીમા સવારે ૮ વાગ્યાથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.

આ વરસાદ અમુક વિસ્તારોમાં ધોધમાર રૂપે વરસાદ વરસી રહ્યો છે.

જયારે રાજકોટ-અમદાવાદ હાઇ વે ઉપર પણ સમી સાંજ જેવુ વાતાવરણ છવાયુ છે અને ચોટીલામા પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અસર પડી રહી છે અને કાળા ડીબાંગ વાદળા છવાઇ ગયા છે.

વાંકાનેરમા પણ આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો છે અને મેઘરાજાની એન્ટ્રીથી લોકોમા ખુશાલી છવાઇ ગઇ છે.

(12:32 pm IST)