Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમરેલીઃ અપહરણના ગુન્હામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો

અમરેલી તા.૨૫: અશોકકુમાદ યાદવ ડી.આઇ.જી.પી. ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ગુજરાત રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગેની ખાસ ડ્રાઇવ તા.૩૦-૫-૧૯ થી તા.૩૦-૬-૧૯ સુધી આયોજન કરેલ હોય જે અન્વયે શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ અમરેલી જીલ્લાના તેમજ  બહારના જીલ્લાના વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહિતી મેળવી નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપી પકડવા માટે અમરેલીજ જીલ્લા ટીમના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેકટર શ્રી એ.પી.ડોડીયા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના એ.એસ.આઇ. બળરામભાઇ પરમાર તથા અના.હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા અના.હેડ કોન્સ. ગંભીરસિંહ ચાવડા તથા પો.કોન્સ.હરેશભાઇ વાણીયા તથા પો.કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ.કમલેશભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયાનાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે લીસ્ટેડ નાસતો ફરતો આરોપી અરૂણભાઇ કિશોરભાઇ કાલવા (પરમાર) ઉ.વ.૨૫ ધંધો. મંજુરી રહે. રેશમડી ગાલોલ તા.જેતપુર જી.રાજકોટ વાળાને તા.૨૪-૬-૧૯ના રોજ પકડી પાડી ઘટતી કાર્યવાહી કરવા વડીયા પો.સ્ટે સોપવા તજવીજ કરેલ.

નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી નાસતા ફરતા આરોપી પકડવાની અમરેલી જી્લા પોલીસ ટીમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ એ.પી.ડોડીયા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલી દ્વારા વર્ષ-૨૦૧૮થી અપહરણના ગુન્હામાં લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડેલ છે.

(12:31 pm IST)