Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ગોંડલના સેતુબંધ ડેમમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત

ગોંડલમાં ધોધમાર વરસાદથી સેતુબંધ ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે ડેમ ઓવરફલો થતાં એક યુવાન ન્હાવા પડયો હતો.જે યુવાન ડુબતા નગપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમને ઘટનાની જાણ થતા ફાયર ટીમે અજાણ્યા યુવાનની લાશ શોધી કાઢી હતી. લાશ કોની છે તે બાબતો પોલીસે તપાસ હાથ ધરી છે.સાથેજ લાશની પીએમ પ્રક્રિયા શરુ કરવામા આવી છે. તો સાથેજ વાલી વારસની શોધખોળ પણ કરવામાં આવી રહી છે

(12:23 pm IST)