Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સતત ચોથી વખત પાયોનીયર મેરીટાઈમ ઈન્ડસ્ટ્રીઝ અને સર્વાધિક કાર્ગો હેન્ડલિંગ માટે એવોર્ડ હાંસલ કરતુ કચ્છનું દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ

(ભુજ) અમદાવાદ ખાતે ૯માં ક્વાલીટી માર્ક એવોર્ડ ૨૦૧૯નું આયોજન ડબલટ્રી બાય હિલ્ટન ખાતે કરાયુ હતુ. જેમાં શીપીંગ અને રસાયણના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનસુખભાઈ માંડવીયા મુખ્ય અતિથી રુપે ઉપસ્થીત રહ્યા હતા. સમારોહમાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટને ચોથી વાર પાયોનીયર મેરીટાઈમ ઈન્ડસ્ટ્રીઝ એવોર્ડ તેમજ આઉટસ્ટૅન્ડીંગ કાર્ગો હેંડલીંગમાં પ્રથમ સ્થાન  હાંસલ કરવા (૧૧૫ એમએમટી) બદલ એવોર્ડ હાંસલ કર્યો હતો. જેને મંત્રીના હસ્તે પોર્ટ ચેરમેન એસ.કે. મહેતા અને સેક્રેટરી વેણુગોપાલએ સ્વીકાર્યા હતા. આયોજનમાં રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ કિર્તીભાઇ સોલંકી, પોર્ટના બિઝનેસ ડેવલોપમેન્ટ સેલના ઓમપ્રકાશ દાદલાણી સહિતના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કુલ ૩૧ એવોર્ડ્સ અપાયા હતા, ૧૮૦૦ જેટલી જાણીતી કંપનીઓના પ્રતિનિધિઓ સામેલ થયા હતા, કુલ ૨૫૦૦ જેટલા નોમીનેશન આવ્યા હતા.

(12:07 pm IST)