Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભાવનગરમાં ર કલાકમાં ર ઇંચ વરસાદ

ભાવનગર, તા. રપ : આજે સવારે મેઘરાજાની શાહીસ્વારી આવી પહોંચી હતી અને બે જ કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે.

છેલ્લા કેટલાક સમયથી ગરમી-બફારાથી તોબા પોકારી ગયેલા ભાવનગરવાસીઓ વરસાદની રાહ જોઇ રહ્યા હતાં અને આજે સવારે ૯ વાગ્યાથી શહેરમાં વરસાદ શરૂ થતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ પડી જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ઘોઘામાં અર્ધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો.

ભાવનગર શહેરમાં અલગ-અલગ બે સ્થળોએ વરસાદ મપાય છે. એરપોર્ટ સ્થિત હવામાન ખાતાની કચેરી ખાતે ૩૪મીમી અને શહેરના વાઘાવાડી રોડ ફીલ્ટર ખાતે ૪૩ મીમી વરસાદ સવારે ૮થી ૧૦ દરમ્યાન નોંધાયો છે.

(11:50 am IST)