Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

બોટાદના બરવાળા પાલિકાના ભાજપના પ્રમુખ બળવંતસિંહ મોરીનું રાજીનામુ

બોટાદ તા. રપ :.. બોટાદ જીલ્લાના બરવાળા નગર પાલિકાના ભાજપના  પ્રમુખ બળવંતસિંહ મોરીએ રાજીનામુ આપી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.   બરવાળા પાલિકામાં માત્ર એક કોંગ્રેસનાં છે જયારે ર૩ સભ્યો ભાજપના છે અને પક્ષ તરફથી કમલેશ રાઠોડના નામનું મેન્ડેટ આવ્યુ હતું.

તેમ છતાં તેનો અનાદર કરીને બળવંતસિંહ મોરીએ પ્રમુખપદ તરીકે સુકાન સભાળ્યુ હતુ ત્યારબાદ ભાજપ મોવડી મંડળ દ્વારા નોટીસો આપવામાં આવી હતી. ત્યારબાદ હવે તેઓએ પાલિકા પ્રમુખપદેથી રાજીનામુ આપ્યુ છે.

(11:45 am IST)