Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

પોરબંદરના એડવોકેટને ધમકી આપીને કાર સળગાવી

આશરે ૧ લાખનું નુકશાન : ૩ અજાણ્યા શખ્સો સહિત ૪ સામે પોલીસ ફરિયાદ

પોરબંદર તા ૨૫  :  એડવોકેટ જગદીશભાઇ માધવજીભાઇ મોતીવરસને ધમકી આપીને તેની કાર સળગાવીને આશરે ૧ લાખનું નુકશાન કર્યાની પોલીસ ફરીયાદ ૪ શખ્સો સામે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

એડવોકેટ જગદીશભાઇ મોતીવરસે તેના ઘર પાસે રાખેલ હુન્ડાઇ વર્ના કાર (જીજે-૨૫જે ૬૬૦૩) કિ. ૧ લાખની આરોપી કાના બાલુ ઓડેદરા તથા ૩ અજાણ્યા શખ્સો એ સળગાવી દેતા કાર તથા કારની અંદર રહેલ અગત્યના કાગળો સળગી જતા કાર સહિત આશરે ૧ લાખનું નુકશાન થયું છે. કાર સળગાવતા પહેલા આરોપીઓ એડવોકેટનેધમકી આપી ગયા હતા પોલીસે તપાસ હાથ કરી છે.

(11:45 am IST)