Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સીએમએ સીજીએમ પીપાવા પોર્ટથી વીકલી શીડ્યુલ્ડ બ્લોક ટ્રેન શરૂ કરશેઃ ટ્રેન અઠવાડીયામાં એકવાર દોડશે

પિપાવાવ : પોર્ટ પિપાવાવથી ગઢી હરસારુ (એનસીઆર રિજન) સુધીની ડેડિકેટેડ શીડ્યુલ્ડ ઇમ્પોર્ટ ટ્રેન ગેટવે રેલ ફ્રેઇટ લિમિટેડ (જીઆરએફએલ) દ્વારા સંચાલિત છે, જે સીએમએ સીજીએમ માટે છે. ગઢી હરસારુમાં ઇમ્પોર્ટ ટ્રેન ૧૨મી જૂનરોજ આવી હતી અને એનું સ્વાગત સીએમજી સીજીએમ ઇન્ડિયાનાં મેનેજિંગ ડાયરેકટર શ્રી યુગો વિન્સેન્ટે તથા સીએમએ સીજીએમનાં, ગેટવે રેલ ફ્રેઇટ લિમિટેડ (જીઆરએફએલ) તથા એપીએમ ટર્મિનલ્સ પિપાવાવનાં સીનિયર મેનેજમેન્ટ આવકાર આપ્યો હતો. પિપાવાવથી ગઢી, લુધિયાણા અને પિયાલાને જોડતી ઇમ્પોર્ટ ટ્રેન સિંગલ રનમાં ૧૮૦ ટીઈયુની ક્ષમતા ધરાવે છે.

શીડ્યુલ્ડ ટ્રેન સેવા કોમોડિટીઝની સર્વિસ વિશ્વસનિય, સલામત અને ઝડપી પરિવહન સેવા એનસીઆર રિજનને પ્રદાન કરશે. સાતત્યપૂર્ણ પરિવહન અને શીડ્યુલ્ડ ડિલિવરીઓ તેમની સપ્લાય ચેઇનને મહત્ત્।મ બનાવવા વેપારને મદદરૂપ થશે.

આ પ્રસંગે ટિપ્પણી કરતાં એપીએમ ટર્મિનલ્સ, પિપાવાવનાં બિઝનેસ હેડ કેપ્ટન પી કે મિશ્રાએ કહ્યું હતું કે, અમે અમારાં પાર્ટનર જીઆરએફએલ અને સીએમએ સીજીએમએ અમારાં વિશ્વાસ મૂકયો એ બદલ અમે એમનાં આભારી છીએ. એનસીઆર સુધી શીડ્યુલ્ડ ઇમ્પોર્ટ ટ્રેન અમારાં ગ્રાહકોને અમારી પ્રતિબદ્ઘતાની ખાતરી આપે છે, જેમને કાર્ગોની ઝડપી અને સલામતી ડિલિવરી માટે જરૂર સુવિધા આપે છે.

(11:43 am IST)