Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વડીયામાં આંગણવાડી વર્કરો હેલ્પરો દ્વારા પગાર પ્રશ્ને મામલતદારને આવેદન

વડીયા, તા.૨૫: વડીયા આંગણવાડી વર્કર હેલ્પરો દ્વારા મામલતદારને પાઠવ્યું આવેદન.. પાઠવી જણાવેલ કે  આંગણવાડી વર્કર ને ૭૨૦૦/ અને હેલ્પર બહેનોને ૩૬૦૦ /રૂપિયા પગાર મળે છે તે ખુબજ ઓછો કહેવાય જોકે હાલના સમયમાં મજુરી કામ કરતા હોય તેને પણ રોજના ૫૦૦/ રૂપિયા જેવું રોજ મળી રહે છે ત્યારે આ આંગણવાડી ની મહીલાઓ ને ૬ કલાક જેટલો સમય ભરેછે છતાં આટલો જ પગાર આપવામાં આવે છે.

મુખ્ય માર્ગ પર રેલી સ્વરૂપે અમારી માંગો પુરી કરોના સૂત્રોચ્ચાર સાથે  આવેદન પત્ર પાઠવ્યુ હતું.

પગાર વધારો, નિવૃત્તિ વયમર્યાદા, જિલ્લા ફેર બદલી પ્રમોશન સહિતના ૧૨ મુખ્ય પ્રશ્નો મુદ્દે આપેલ આવેદનપત્રમાં જણાવેલ કે ચૂંટણીલક્ષી ખડેપગે કામગીરીઓમા કોઈ વેતન ન મળતા બહેનોમાં ઉઠયો રોષ જોવા મળે છે.

વડીયા શહેરમાં આંગણવાડી ઓ આ વડીયા તાલુકાની તમામ વર્કરો અને હેલ્પરો એકત્રિત થઈને મુખ્ય માર્ગ પર રેલી સ્વરૂપે અમારી માંગો પુરી કરોના સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચી પોતાની કામગીરી ૬ કલાક સુધી ફરજ બજાવે છે વર્કર ને રૂ.૭૨૦૦ અને હેલ્પરને રૂ.૩૬૦૦ આપવામાં આવે છે જે સપ્ટે.૨૦૧૮ના રોજ વડાપ્રધાને જાહેર કરેલ રૂ.૧૫૦૦નો વધારો ગુજરાત સરકારે હજુ ચૂકવ્યા નથી નો ઉલ્લેખ કરી પોતાની વ્યથા સાથે પગાર વધારો,નિવૃત્તિ વયમર્યાદા,જિલ્લા ફેર બદલી પ્રમોશન સહિતના ૧૨ મુખ્ય પ્રશ્નો મુદ્દે ચૂંટણીલક્ષી ખડેપગે કામગીરીઓમા કોઈ વેતન ન મળતા બહેનોએ આવેદન મામલતદારને પાઠવ્યું હતું.

(11:42 am IST)