Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ધોરાજીમાં હિરામાં મંદીથી રત્ન કલાકારો બેકાર

ધોરાજી ૧ર૦ કારખાનામાં ૭ હજાર કારીગરો કામ કરતા અત્યારે માંડ ર હજાર કામ કરે છે

ધોરાજી તા. રપ :.. ધોરાજી એક તરફ મોંઘવારી બેરોજગારી અને હવે હિરા ઉદ્યોગમાં મંદીના કારણે હીરાના કારખાનાઓ બંધ થવા લાગ્યા છે અને રત્ન કલાકારો બેકાર થઇ રહ્યા છે. એક તરફ મંદીનો માર ખાઇ રહેલ હિરા ઉદ્યોગમાં તૈયાર હીરાનો વેપાર નથી અને તૈયાર માલનો નિકાલ થતો નથી અને કરીગરોની મજૂરીનો ભાવ પહેલા કરતા પ૦ ટકા થઇ ગયો છે. જેથી પગાર ઓછો મળે અને કામના કલાકો ઘટી જાય જયારે હિરા બજારમાં પહેલા તેજી હતી.

ત્યારે રત્ન કલાકારો ર૦ હજાર પર મહીને કામ કરતા અત્યારે મંદીમાં માંડ પ થી ૬ હજારનું કામ થાય છે. તેથી આટલી રકમમાં ઘર કેમ ચલાવું અને હીરાના કારખાનામાં કારખાના વાળાઓને માલ ઓછો આવે અને મેન્ટેન્સ તો એટલુ જ હવે તો રામ જ બચાવે આ રત્ન કલાકારોને મંદીમાં એજયુકેટેડ યુવાનો પણ હિરા ઘસવાના વ્યવસાયમાં જોડાયા પણ હવે હિરામાં પણ મંદી રત્ન કલાકારો અને કારખાનેદારોની હાલત કફોડી થઇ ગઇ છે. વળી હીરાના કારખાના માલીકોને લોન કે અન્ય સરકારી સહાય પણ નથી મળતી જેથી હવે ધોરાજી અત્યારે મંદીમાં રત્ન કલાકરો બેકાર થયા અને તેના પરિવારજનોનું શું ? જો રત્ન કલાકારોને સરકાર તરફથી યોગ્ય સહાય અને અન્ય લાભો મળે તો આ હીરા ઉદ્યોગ ટકશે.

(11:40 am IST)