Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભાણવડની આંગણવાડીની છતમાંથી ટપકતું પાણી

ભાણવડઃ સામાન્ય વરસાદમાં જ આંગણવાડીની છતમાંથી પાણી ટપકવાની ઘટના સામે આવતા વાલીઓ દ્વારા મામલતદાર અને આઇસીડીએસમાં રજુઆત કરવામાં આવેલ છે. રણજીતપરા નદીના કાંઠે આંગણવાડી કેન્દ્ર નં.૮ અને ૯ ની છતમાંથી એકદમ સામાન્ય વરસાદમાં જ પાણી ટપકવાની ઘટના સામે આવી છે. આ બન્ને કેન્દ્રોમાં આવતા બાળકોના ૩૦ જેટલા વાલીઓએ છતમાંથી પાણી ટપકવાની ઘટનાના પગલે ગંભીર દુર્ઘટનાની ભિતિ સાથે મામલતદાર અને આઇસીડીએસને રજુઆત કરી જણાવેલ કે, ચોમાસાની શરૂઆતમાં માત્ર સામાન્ય વરસાદમાં જ છતમાંથી પાણી ટપકવાની ઘટના બાળકો અને સંચાલીકા માટે આફત સમાન છે અને હજુ તો આખુ ચોમાસુ બાકી છે ત્યારે આ બનાવને સંવેદનશિલ ગણી આગમચેતીના પગલા લેવામાં આવે એવી માંગ છે. સામાન્ય વરસાદમાં જ છતમાંથી પાણી ટપકવા લાગે તો જોરદાર વરસાદમાં કેવી સ્થિતિ સર્જાશે? એવા સવાલ સાથે આ બન્ને આંગણવાડીઓમાં સત્વરે મરામત સહિતની કાર્યવાહી કરાવવામાં આવે અથવા તો અન્ય વૈકલ્પીક વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ કરવામાં આવેલ છે આંગણવાડીની તસ્વીર.

(11:38 am IST)