Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઉનામાં મુસ્લીમ વેપારી ઉપર હુમલો કરીને લૂંટ કરનારા સામે ફરિયાદ દાખલ કરવા આવેદન

ઉના, તા. ૨૫ :. ૪ દિવસ પહેલા પાન-કટલેરીના મુસ્લિમ વેપારી ઉપર ૬ લોકોએ ખંડણી માંગીને ધોકા અને પાઈપથી હુમલો કરી ગંભીર ઈજા કરી ૧૭ હજારની લૂંટ કરી નાસી ગયેલ શખ્સો સામે ફરીયાદ દાખલ કરી પગલા લેવા ગૃહમંત્રીને આગેવાનોએ આવેદન આપી રજૂઆત કરી છે.

મુસ્લિમ સમાજના જાવીદ નૂરમહમદ શેખ, સિકંદર શેખ સહિત આગેવાનોએ રાજ્યના ગૃહમંત્રીને સંબોધી એક આવેદનપત્ર ઉના પ્રાંત કચેરીએ જઈ પ્રાંત અધિકારીને આપી રજૂઆત કરેલ કે ઉના શહેરમાં વડલા ચોકમાં પાન-બીડીનો વેપાર કરતા સાજીદ નૂરમહમદ શેખને પહેલા ખંડણી માંગીને ધમકી આપીને ૬ શખ્સોએ ધોકા વડે હુમલો કરી પગ, હાથમાં ફ્રેકચર કરી ગંભીર ઈજા કરી હતી. તેમજ તેમના પાસે રહેલ રૂ. ૧૭ હજાર રોકડાની લૂંટ કરી નાસી ગયા હોય અને સાજીદ નૂરમહમદ શેખને દવાખાને સારવાર માટે ખસેડેલ હતા. પોલીસમાં જાણ કરી હતી પરંતુ ઉના પોલીસે આજે ફરીયાદ લીધી નથી. અસામાજીક તત્વોની ગેંગના આરોપીને પકડી વેપારીઓ તથા લોકોને ત્રાસમાંથી છોડાવવા આગેવાનોએ માંગણી કરી છે.

(11:37 am IST)