Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જામજોધપુરમાં સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ

જામજોધપુર ખાતે સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ પુનમબેન માડમ, રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઇ સાપરીયા તેમજ નગરપાલિકા પ્રમુખ સોનલબેન ખુશાલભાઇ જાવીયા, માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન સી.એમ. વાછાણી, વાસમો ડાયરેકટર અમુભાઇ વૈશ્લાણી, તાલુકા પંચાયતના પ્રમુખ ધાનાભાઇ બેરા તેમજ એસ.ટી. કર્મયોગી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને હોદેદારો તેમજ વિશાળ સંખ્યામાં જામજોધપુર તાલુકા શહેરના જનતા વેપારીઓ હાજર રહ્યા હતાં. (તસ્વીર-અહેવાલ : દર્શન મકવાણા-જામજોધપુર)

(11:36 am IST)