Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સોમનાથમાં વાવાઝોડામાં સારી કામગીરી માટે વહીવટી તંત્રના અધિકારીઓનું સન્માન

પ્રભાસપાટણ, તા. ૨૫ :. તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લામાં વાયુ નામના વાવાઝોડાના પગલે વહીવટી તંત્રના અધિકારીઓએ જે સુંદર કામગીરી કરેલ તે બદલ સોમનાથ કેટરીંગ એસો., બ્રહ્મસમાજ, સોમનાથ ટ્રસ્ટના સંયુકત આયોજન કરેલ અને વાવાઝોડામાં જરા પણ નુકશાન ન થવા અને ખડેપગે રહી અને ફરજ બજાવેલ તે બદલ અધિકારી-કર્મચારીઓનું આભાર સાથે સન્માન કરાયું.

આ સમારોહ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલ હતું. તેઓએ જણાવેલ કે સારા કામ કરનારને હંમેશા બિરદાવવા જોઈએ. હોટલ એસોસીએશનના કલ્પેશ ત્રિવેદીએ પ્રશાસનના અધિકારીઓની સારી કામગીરી બદલે સરાહના કરેલ હતી. વેરાવળ મામલતદાર દેવકુમાર આંબલીયાએ તા. ૧૧ જૂનથી ૧૩ જૂન સુધી વહીવટી તંત્રએ કેવી રીતે કામગીરી કરેલ ? તેનુ વિસ્તારથી વર્ણન કરેલ હતું. ગીર સોમનાથ જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ મીલનભાઈ જોષીએ આ વાવાઝોડામાં પ્રશાસનના તમામ તંત્રે જે કામગીરી કરી છે તે ઐતિહાસિક અને ભૂતકાળમાં કયારેય ન ભુલાઈ હોય તેવી કામગીરી કરી હતી જેનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. નગરપાલિકાના ચીફ ઓફિસર જતીન મહેતાએ નગરપાલિકાએ કરેલ કામગીરીનો અહેવાલ આપ્યો હતો. આરોગ્ય જીલ્લા અધિકારી અને વિવિધ ખાતાના અધિકારીઓને શાલ ઓઢાડી સોમનાથ સ્મૃતિ તસ્વીર સાથે સન્માન કરેલ હતું.

પ્રભાસપાટણ રાજારામ ચોક વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારના બાળકોએ પોતાની બચત બચાવી તે રકમ રૂ. ૪૫૦૦૦ પુલવાના આતંકવાદી ઘટનામાં માર્યા ગયેલા શહિદોને અર્પણ કરેલ તેની નોંધ લેવામાં આવેલ.(

(11:34 am IST)