Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કચ્છના રાપરમાં ૩, માંડવીમાં ૧ ઈંચ વરસાદ

ગઈકાલે રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર જીલ્લામાં મેઘરાજા વરસતા લોકોને વધુ વરસાદની આશાઃ સવારથી ધૂપછાંવવાળુ વાતાવરણ

પ્રથમ, બીજી તસ્વીરમાં કોટડાસાંગાણીના રામોદમાં વરસાદથી નદી, નાળા છલકાઈ ગયા હતા તે, ત્રીજી તસ્વીરમાં વિજળી પડતા ભેંસનું મોત થયુ તે ભેંસનો મૃતદેહ, ચોથી તસ્વીરમાં ગોંડલ, પાંચમી અને છઠ્ઠી તસ્વીરમાં જસદણમાં પડેલ વરસાદ અને મેઘાવી માહોલ નજરે પડે છે (તસ્વીરઃ કલ્પેશ જાદવ-કોટડાસાંગાણી, ભાવેશ ભોજાણી-ગોંડલ, હુસામુદીન કપાસી-જસદણ)

રાજકોટ, ૨૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રિમોન્સુન એકટીવીટી સાથે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અનેક જીલ્લાઓમાં ઝાપટાથી માંડી ૩ ઈંચ વરસાદ વરસતા ચોમાસાના આગમનના એંધાણ વર્તાઈ રહ્યા છે.

શનિવાર સાંજથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણ પલ્ટાયુ છે અને જુદા જુદા વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થાય છે અને તેના કારણે ખેડૂતો પણ વાવણી કાર્યની તૈયારી કરવા લાગ્યા છે. જ્યારે જે વિસ્તારોમાં વાવણી થયા બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે.

ગઈકાલે રાજકોટ, અમરેલી, જામનગર, ભાવનગર, કચ્છ જીલ્લામાં વરસાદ વરસ્યો હતો, ત્યાર બાદ આજે સવારથી ધૂપછાંવનો માહોલ છવાયેલો છે.

જસદણ

જસદણ પંથકમાં આજે બપોરે સખત ઉકળાટ બાદ મેઘરાજાએ હેત વરસાવતા અડધાથી એક ઈંચ વરસાદ વરસતા લોકોના હૈયે બફારામા પણ ટાઢક વરસી હતી. બપોર બાદ જસદણ આટકોટ, વિરનગર, ચિતલીયા, જંગવડ જેવા ગામોમાં અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

જ્યારે આજે સવારથી જ સખત બફારો છે. આકાશમાં વાદળો ઘેરાયા છે. સૂર્યનારાયણ દેવની સંતાકુકડી વચ્ચે આ પંથકમાં ધોધમાર વરસાદ આવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

રાજયમાં ભારે પવન સાથે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે  વહેલી સવારથી જ રાજયના કયાંક ૧ થી ૩ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો કયાંક વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાતા છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ કચ્છમાં મોડી રાત્રે વરસાદે તોફાની બેટિંગ કરતા ૧ થી ૩  ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકયો છે. રાજયમાં ચોમાસાના આગમનથી ધરતીપુત્રોમાં આનંદની લાગણ પ્રસરી ગઇ છે, તો શહેરી વિસ્તારોમાં ગરમી અને બફારથી લોકોને રાહત મળતા સમગ્ર વાતાવરણમાં ઠંકડ અનુભવી રહ્યાં છે.

સમગ્ર રાજયમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદના ચિલોડા, નરોડા, કોતરપુર, સરદારનગર એરપોર્ટ, શાહીબાગ સહિતના વિસ્તારો તથા કોટ વિસ્તાર જમાલપુર, રાયખડ, એલિસબ્રિજમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે રવિવારે મોડી રાત્રે પડેલા વરસાદ બાદ અમદાવાદમાં ૧૯૯૭ પછી પ્રથમ વખત જૂનમાં લદ્યુતમ તાપમાન નોંધાયું છે. જો કે, આણંદમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ગરમી અને બફારથી લોકોને રાહત મળી અને ખેડૂતો બે દિવસમાં જ વાવણી શરૂ કરશે. આ સાથે અરવલ્લી જિલ્લામાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.

તાપી જિલ્લામાં ગત રાત્રી દરમ્યાન વીજળીના કડાકા સાથે મેદ્યરાજા મન મૂકી વરસ્યા હતા. તાપી જિલ્લાના ૭ તાલુકાઓમાં વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લામાં કુલ ૮૮ મિમી વરસાદ નોંધાયો છે. જેમાં સોનગઢમાં ૬૭ મિમી, વ્યારામાં ૭ મિમી, વાલોડમાં ૬ મિમી, ડોલવણમાં ૭ મિમી, ઉચ્છલમાં ૧ મિમી અને નિઝર તથા કુકરમુંડામાં ૦૦ મિમી વરસાદ પડ્યો છે. મહીસાગર જિલ્લામાં શરૂઆતી વાવાઝોડા બાદ મોડી રાતથી સમગ્ર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે.

મહિસાગર જિલ્લાના કડાણા, લુણાવાડા, સંતરામપુર, વીરપુર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે બાલાસિનોરમાં ૧૨ મિમી અને ખાનપુરમાં ૧૬ મિમી વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લામાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો છે. ત્યારે પાવીજેતપુરમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. તો છોટાઉદેપુરમાં ૨.૫ ઇંચ, બોડેલીમાં ૨ ઇંચ, સંખેડામાં ૧ ઇંચ, કવાંટમાં ૦.૭૫ ઇંચ અને નસવાડીમાં ૦.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ વરસાદ કયાંક ભારે તો કયાંક ધીમી ધારનો વરસાદ શરૂ થઇ જતા સમગ્ર રાજયમાં ઠંકડ પ્રસરી ગઇ છે.

સોમવારે બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીની સાથે રાજયનાં વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા હવામાન નિષ્ણાતે વ્યકત કરી છે. રાજયમાં અપર એર સાયકલોનિક સકર્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. તેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી છે. આગામી ૪૮ કલાકમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં વરસાદના આગમનની હવે હવામાન વિભાગે ગઈકાલે વિધિવત જાહેરાત કરી છે.

ભૂજ-રાપર

ભુજ : સખ્તઙ્ગ ગરમી વચ્ચે વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો દિવસ ભર વરસાદી વાતાવરણ વચ્ચે આજે વાગડ વિસ્તારના રાપર તાલુકા ના બાલાસર ગામે જોરદાર ગાજવીજ સાથે ૩ ઈંચ જેટલો વરસાદ થયો હોવાનું તલાટી એ. જે. ડાભી અને સરપંચ દાનાભાઈ પટેલ એ જણાવ્યું હતું આ વરસાદથી ગામમાં અને માર્ગો પર પાણી ફરી વળ્યું હતું અને ગરમી મા લોકો ને રાહત થઈ હતી તો નજીક ના જોધરાઈવાંઢ ગામે પણ દોઢ ઇંચ થી વધુ વરસાદ થયો હોવાનું અમરસીભાઈ એ જણાવ્યું હતું તો પ્રાંથળ વિસ્તારમાં બેલા.. જાટાવાડા.. મૌઆણા સહીતના વિસ્તારોમાં વરસાદ ના ઝાપટાં પડયાં હતાં તો મૌઆણા ગામે ગાજવીજ સાથે વરસાદ શરુ થયો હોવાનું જિલ્લા પંચાયત ના માજી સદસ્ય ગજેન્દ્રસિંહ વાધેલા એ જણાવ્યું હતું.. વાગડ વિસ્તારમાં મેધરાજા એ શરુઆત કરતા લોકો મા આનંદ ની લાગણી વ્યાપી છે તો વાગડ ના મુખ્ય મથક રાપર ખાતે વરસાદ ના માહોલમાં સખ્ત ગરમી પડી રહી છે

કોટડા સાંગાણી

કોટડા સાંગાણી : કોટડાસાંગાણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકાતા ખેડૂતોમા હર્ષની લાગણી ફેલાઈ હતી. જયારે રામોદમા એક કલાકમા ત્રણ ઇંચ જેટલો ખાબકતા નદીઓ વહેતી થઈ હતી

તાલુકામા બપોર બાદ ચાર વાગ્યાના સુમારે દ્યટાટોપ વાદળો છવાયા હતા અને પવનના સુસવાટા સાથે કોટડાસાંગાણી તેમજઙ્ગ રામોદ શીશક રાજગઢ ખરેડા સતાપર સહીતના ગામોમા ધોધમાર વરસાદ ખાબકયો હતો.

ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણ મા ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત મળી હતી તાલુકામા વરસાદી માહોલ જામતા ખેડૂતોમા ખુશીનો માહોલ છવાયો હતો અને આસપાસના ગામોમા અડધાથી ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે રામોદમા એક કલાકમા અઢી ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ વહેતી થઈ હતી.

રાજપરા ગામે ગાજવીજ સાથે ચારેક વાગ્યાના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમા ગામ નજીક વાડિમા વિજળી પડતા બે લાખની કિંમતની ભેંસનુ મોત થયુ હતુ.

કોટડાસાંગાણીના રાજપરા ગામે વશરામભાઈ અણદાભાઈ સોરઠિયાની વાડિ વાવવા રાખતા મુળ ચોટીલા તાલુકાના લાખણકા ગામના રહીશ આંબાભાઈ રામજીભાઈ સોલંકી ગામ નજીક આવેલ કોટડાસાંગાણી રોડ પર વાડિમા લીમડાના વૃક્ષ નીચે બાંધેલી ભેંસ પર ગાજવિજ સાથે પડિ રહેલા વરસાદ દરમિયાન વિજળી પડતા દરરોજ આઠ લીટરથી વધુ દુધ આપતી ભેંસનુ દ્યટના સ્થળેજ મોત નીપજતા બનાવ અંગે ખેડુતે રાજપરા સરપંચ કિશોરભાઈ વિરડિયાને ટેલિફોનીક જાણ કરતા તેઓ વાડિએ દોડી આવ્યા હતા.

બાબરા-ધરાઇ

બાબરાઃ અમરેલીના બાબરાના ધરાઇ ગામે વરસાદ શરૂ થયો હતો બપોરના ભારે ઉકળાટ બાદ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તાલુકાભરમાં વરસાદી માહોલ છવાતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ દરેડ ગામે પણ ધોધમાર વરસાદ ખાબકયો હતો.

જામકંડોરણા

 જામકંડોરણાઃ તાલુકામાં કાલે બપોર બાદ તાલુકાના થોરાળા, ઇંચ જેવા વરસાદ પડી ગયો હતો આ વરસાદથી ચેકડેમ ભરાઇ ગયા હતા અને આ વાવણીલાયક વરસાદથી ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી.

જામનગર

જામનગર ભારત હવામાન ખાના અમદાવાદ હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર સૌરાષ્ટ્રમાં આગામી તા.ર૬/૬/ર૦૧૯ થી તા. ર૮/૬/ર૦૧૯ દરયિમાન છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે આ બાબતે સતર્કતા રાખવા અને તકેદારીના તમામ પગલા લેવા તેમજ આ સંલગ્ન કોઇ બનાવ બને તો તેની તાત્કાલીક જાણ જિલ્લા કલેકટર કચેરીના કન્ટ્રોલ રૂમ પર જાણ કરવા કલેકટરશ્રી જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવ્યુંછે.

શહેરનું આજનું હવામન ૩૬.પ મહત્તમ ર૮.૮ લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.ર પ્રતિ કલાક પવાનની ગતિ રહી હતી.છેલ્લા ર૪ કલાકનો વરસાદ

ગઇકાલ સવારથી આજે સવારના ૮ વાગ્યા સુધીમાં ર૪ કલાકમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

કચ્છ

અબડાસા

૪ મી.મી.

અંજાર

૧૬ ''

ભચાઉ

૯ ''

ભુજ

૭ ''

ગાંધીધામ

૮ ''

લખપત

૧૬ ''

માંડવી

ર૧ ''

મુંદ્રા

૧૦ ''

નખત્રાણા

૧૧ ''

રાપર

૬૬ ''

જામનગર

કાલાવડ

રપ ''

અમરેલી

બાબરા

૭ ''

લાઠી

૧પ ''

સાવરકુંડલા

૧પ ''

વડિયા

ર ''

રાજકોટ

કોટડાસાંગાણી

૧ર ''

ગોંડલ

૧ર ''

જસદણ

પ ''

ભાવનગર

 

ઉમરાળા

૧પ ''

મોરબીથી હળવદ-ચરાડવા સુધીના પટ્ટામાં મોસમનો પ્રથમ  વરસાદઃ વાડી ખેતરોમાં પાણી ભરાયાઃ વાતાવરણમાં ઠંડક

રાજકોટ તા. રપ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ થોડા દિવસમાં જામી જશે ત્યારે પ્રિ-મોન્સુન એેકિટવીટી મુજબ કાલે સવારથી જ સર્વત્ર વાતાવરણ પલટો આવ્યો છે કાલે સાંજે મોરબીથી હળવદ સુધી વરસાદ પડયો હતો. ચોમાસાની સિઝનનો પ્રથમ વારસાદ ધોધમાર તુટી પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઇ છે આ વરસાદ મોરબથી હળવદ ઉપરાંત ચરાડવા સુધીના પટ્ટામાં પડયો હતો ગાજવીજ સાથે તુટી પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ વરસાદ જસદણ કોટડાસાંગાણી, અમરેલી જીલ્લાના દામનગર સહિતના અનેક વિસ્તારોમાં પડયો છે ચોમાસાનો માહોલ જામી જતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

(11:32 am IST)