Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કાલાવડ લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા મુગ્ધા સેમિનાર

કાલાવડ : શ્રી હીરપરા કન્યા વિદ્યાલય તથા અકબરી કન્યા છાત્રાલય કાલાવડ શૈક્ષણિક સંકુલમાં મુગ્ધા સેમીનાર યોજાયો હતો. અશ્વિનભાઇ સુદાણી ગ્રીનીસ બુક વર્લ્ડ રેકર્ડ હોલ્ડરના માર્ગદર્શક કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજ કાલાવડ આ સંસ્થાના કુબેરના અસ્તિત્વ રૂપ વિદ્યાર્થી બહેનોના સર્વાંગી વિકાસની બેટરીના તમો રિચાર્જર છો. શાળામાં ભણતી ધો.૧૦ થી ૧૨ની વિદ્યાર્થીઓની કે જે તરૂણાવસ્થામાં પ્રવેશી ચુકી છે તેના અસ્તિત્વ પ્રત્યે જાગૃતિ, અને ખોટી માન્યતાઓ પર પ્રકાશ તેમજ માનસિક અસમંજસતા ન સહી શકાય ન કોઇને રહી કે ન એના વગર રહી શકાય એવી સમસ્યાઓના સામાધાન માટે સચિત્ર માર્ગદર્શન આપવા માટે હીરપરા  કન્યા વિદ્યાલયના આંગણે મુગ્ધા સેમિનાર યોજાયો હતો. સેમિનારને સફળ બનાવવા સંસ્થાના ઉપપ્રમુખ મગનભાઇ સિયાણી, મંત્રી જમનભાઇ તારપરા, ટ્રસ્ટી વશરામભાઇ વેકરીયા, જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ અશોકભાઇ દોમડીયા, કનુભાઇ ઘાડીયાના તથા તેની ટીમનો સહકારથી તથા ગાયનેક ડો.ભારતીબેન વઘાસીયા તથા ડો.સાવલીયા તથા કશ્યપભાઇ વૈષ્ણવ તથા ભાવનાબા ગોહિલ તથા જયાબેન વૈષ્ણવ તથા જયશ્રીબેન સુદાણી તથા યશપ્રિયા સુદાણી તથા આચાર્ય પાર્વતીબેન તથા સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી. સેમીનાર યોજાયો તે તસ્વીર.

(11:31 am IST)