Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ઓખા ખારવા સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ : ધો.૧થી૧રમાં સારા ટકા સાથે પાસ થયેલા બાળકોને સમાજના અગ્રણીઓના હસ્તે સન્માન

ઓખા ખારવા સમાજની વાડી સાગર ભુવન ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ સરસ્વતી સન્માન ર૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં ઓખા સમસ્ત ખારવા સમાજના ધો. ૧ થી ૧ર માં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરેલ તમામ બાળકોને પ્રોત્સાહીત ઇનામો આપીને શુભેચ્છા પાઠવવામાં આવેલ આ પ્રસંગે સમસ્ત ખારવા સમાજના અગ્રણીઓ, વડીલો તથા યુવાનો હાજર રહ્યા હતાં. અહીં ખારવા સમાજના પ્રમુખે નવા નારદ તથા અષાઠી બીજનો તહેવારના સર્વે સાથે મળી ઉજવવા અનુરોધ કર્યો હતો. અને સર્વે સાથે મળીને આ તહેવારમાં ભાગ લેવા સુચનો કર્યા હતાં.

(11:31 am IST)