Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

તળાજા - મહુવા તાલુકા ના દરિયા કિનારે હાઈકોર્ટે નિમેલ એગ્રિકલ્ચર એકસપર્ટ કમિટી આજથી ગામડાઓની મુલાકાતે

તળાજા ,તા.૨૫, દરિયાની ખારાશ ને રોકવા માટે કુદરતે લાઇમ સ્ટોન પથ્થર બનાવ્યા છે. આ પથ્થર ના કારણેદરિયાની ખારાશ ભૂગર્ભ વાટે આગળ વધે નહિ તેવું તળાજા અને મહુવા ના દરિયા કિનારે વસેલા ગામડાના લોકો નું કહેવું છે.જો પથ્થર નું ખનન કરવામાં આવે તો ખેતી લાયક જમીન ખરાબ થઈ જાય.

આથી દસેક ગામડાના લોકોએ જીવ દઈ દેશું પણ જમીન નહીં દઈએ તેવા નિર્ણય સાથે સરકારે સિમેન્ટ કંપની ને લાઇમસ્ટોન નું ખનન કરવાની મંજૂરી આપતા વિરોધ નોંધાવેલ. એ વિરોધ ના પગલે પોલીસ સાથે લોહિયાળ ઘર્ષણ નો પણ બનાવ બનેલ. ખનન કાર્ય રોકવા માટે ભરત ભીલ દ્વારા  હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવેલ.જેને લઈ હાઇકોર્ટે એ એગ્રિકલ્ચર એકસપર્ટ કમિટીની રચના કરી . એ કમિટી અસર ગ્રસ્ત ગામડાઓ,સ્થળ તપાસ નો અભ્યાસ કરશે. જેને લઈ અસર ગ્રસ્ત ગામડાના લોકો નો આશાવાદ બંધાયો છે.

હાઇકોર્ટે કરેલા આદેશ ના પગલે  એગ્રીકલ્ચર એકસપર્ટ કમિટી આવવાની હોય સરકારે કઈ જમીન પર માઇનિંગ કરવાની મંજૂરી આપી છે તે સહિતની રેવન્યુ ની બાબત હોય તળાજા મહુવા રેવન્યુ વિભાગ પણ એકશન મોડ માં આવેલ છે.ને સંભવતઃ કેટલાક દસ્તાવેજી પુરાવા સાથે હાજર રેહશે.

(11:29 am IST)