Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કાના દરેડ ગામે થયેલ ધાડનો મુદ્દામાલ રાખનાર સોનીકામ કરતા બે આરોપીઓને સિહોરથી ઝડપી લઇ રૂ.૬૯,૫૦૦નો મુદ્દામાલ રીકવર કરતી અમરેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ

ભાવનગર તા.૨૫: ગત ૬-૨૦૧૯ના રોજ દરેક ગામની સીમમાં ડાયાભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા તેના પત્ની જાનુબેનએ રાત્રીના સમયે સુતેલા હોય, તે દરમિયાન અજાણ્યા ઇસમોએ વાડીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી વૃધ્ધ દંપતિને ધોકા તથા કુહાડી વતી હુમલો કરી તેઓએ પહેરલ સોના-ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ-૨ રૂ.૧,૫૨,૫૦૦ની લુંટ કરી બાંધી રૂમનો દરવાજો બહારથી બંધ કરી નાસી ગયેલ જે અંગે બાબરા પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૫૩/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૯૫, વિ.મુજબનો ગુન્હો રજી.થયેલ હતો અને આ ગુન્હાના કામે અમરેલી એસ.ઓ.જી.ટીમ દ્વારા આરોપીઓ (૧)ચંદુભાઇ લખુભાઇ ઉ.૪૫, રહે. લાઠીદડ, તા.જી.બોટાદ (૨)કિશન ઉર્ફે ખામો બચુભાઇ વાઘેલા, ઉ.વ.૨૨, રહે. હળીયાદ, તા.વલ્લભીપુર, જીલુભાઇ સાઢમીયા, ઉ.વ.૪૦, રહે.ચોટીલા, (૪)વિસુ ઉર્ફે નનુ ચંદુભાઇ જીલીયા, ઉ.વ.૨૫, રહે.લાઠીદડ, (૫)ઉજીબેન ઉર્ફે બાવલીબેન ચંદુભાઇ લખુભાઇ જીલીયા, ઉ.વ.૪૩, રહે.લાઠીદડ, પકડી પાડી પર્દાફાશ કરવામાં આવેલ હતો.

નાયબ પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવે સદરહું ગંભીર ગુન્હાની તપાસ અમરેલી એલ.સી.બી.ને સુપ્રત કરતા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રોય સદરહું ધાડના ગુન્હાની સઘન તપાસ થાય તે હેતુથી વેસ્ટીગેશન ટીમની રચના કરી તેમાં અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલા, અમરેલી તાલુકા પો.સ.ઇ. વાઘેલા તથા જાફરાબાદ મરીન પો.સ.ઇ. વાય.પી.ગોહિલની નિમણુંક કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું.

આ કામે પકડાયેલ આરોપીઓએ ધાડ પાડી મેળવેલ સોના ચાંદીના દાગીના સિહોર મુકામે સોનીકામ કરતા ઇસમોને વેચેલ હોવાની માહિતી પ્રાપ્ત થતા સહાયક તપાસ અધિકારી વાય.પી.ગોહિલ, પો.સ.ઇ. જાફરાબાદ મરીન પો.સ્ટે. નાઓએ સિહોર મુકામેથી ધાડનો મુદ્દામાલ લેનાર બે ઇસમોને પકડી પાડેલ છે અને તેઓ પાસેથી ધાડમાં ગયેલા સોના-ચાંદીનો મુદ્દામાલ રીકવર કરેલ છે.

આરોપીઓ નરેન્દ્રભાઇ રાજપુરા ઉ.વ.૨૧, ધંધો, સોનીકામ, રહે.સિહોર, વૃંદાવન સોસાયટી, મોહનલાલ રાજપુરાના પુત્ર ઉ.વ.૫૫, ધંધો-સોનીકામ, રહે.સિહોર, મુનિ ચોક, નગરપાલિકા સામે, પાસેથી ઢાળીયો, વજન ૨૨.૮૪૦ ગ્રામ કિ.૬૬,૦૦૦, ઢાળીયો, વજન ૯૪.૭૫૦ ગ્રામ કિ.૩૫૦૦ મળી કુલ કિ.૬૯૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

(11:28 am IST)