Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કચ્છના વોટરશેડના ૬પ કર્મચારીઓને એકાએક છુટા કરાતા નારાજગી

(ભુજ) રાજય સરકાર દ્વારા વોટરશેડનું કામ કરતા ૬પ જેટલા હંગામી કર્મચારીઓને એકાએક છુટા કરતા કર્મચારી વર્ગમાં નારાજગી ફેલાઇ છે. આ કર્મચારીઓ એકઠા થયા હતા અને સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો હતો કચ્છમાં ગ્રામ વિકાસ એજન્સીની સાથે જ આવેલી વોટરશેડની કામગીરી કરતી આ કચેરીના છુટા કરાયેલા કર્મચારીઓએ સાથે મળીને કલેકટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને આવેદન પત્ર આપીને ફરી સરકાર દ્વારા તેમને પુનઃ કામ પર લેવાય તેવી માંગ કરી હતી કર્મચારીઓ વતી ભવિક કેડીયાએ અકિલા સાથે વાત કરતા જણાવ્યું હતું ઘણા બધા કર્મચારીઓ વર્ષોથી કામ કરે છે એ સરકારે ધ્યાને લેવું જોઇએ જો કે, રાજયના તમામ જિલ્લાઓમાં વોટરશેડના ૧૦૪૯ જેટલા હંગામી કર્મચારીઓને છુટા કરાયા છે આ હંગામી કર્મચારીઓમાં થતી ચર્ચા મુજબ સરકાર વોટરશેડ વિભાગનું કામ આઉટસોરસીંગ એજન્સીને આપવા માંગતી હોઇ વર્ષો જુના હંગામી કર્મચારીઓને છુટા કરી દેવાયા છે.ે(તસ્વીર-અહેવાલઃ વિનોદ ગાલા-ભુજ)

(11:28 am IST)