Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

દામનગરમાં બગીચા કૌભાંડની અંતે ફરી તપાસ શરૂ કરાઇ

દામનગર, તા.૨પઃ દામનગર શહેરમાં બહુચર્ચિત બગીચા કૌભાંડ ની તપાસ પ્રાદેશિક નિયામક કચેરી એથી નિષ્ણાંત સ્ટાફ દ્વારા શરૂ થઇ છે. વિવિધ વિભાગના ઈજનેર દ્વારા ડ્રાઇલીગ ખોદકામ કરી કયાં શુ વપરાયું છે તેના પૃથ્થકરણ માટે ખરાઈ માટે દીવાલના પાયા ગાળેલ છે કે કેમ માટી પુરાણ સહિત આર સી સી સહિત ની આઇટમ વાઇઝ અધિકારીઓએ સ્થળ તપાસ સમયે અરજદારને સાથે રાખી સવિસ્તારથી બગીચા કૌભાંડમાં થયેલ ગેરીરીતિ ઓ અંગે ભાવનગર પ્રાદેશિક નિયામક કચેરીમાંથી તપાસ શરૂ કરાય છે.

દામનગર શહેરમાં ગારીયાધાર રોડ પર સ્વર્ણિમ મુખ્ય મંત્રી યોજના હેઠળ વર્ષ ૨૦૧૩/૧૪ માં ૪૯ લાખ ના બગીચા માં વધુ ૨૨ લાખ એમ કુલ મળી ૭૧ લાખ ની નાણાંકીય ઉચાપત કરવા કામ કરતી એજન્સી અને મિલીભગતથી કામ થયા વગર નાણાં વાપર્યા વગર જ બિલ ચૂકવી આપતા સમગ્ર કૌભાંડ અંગે નિવૃત બેંક કર્મચારી એ આર ટી આઈ દ્વારા માહિતી માંગી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અને આ કૌભાંડ ની તપાસ કરી પ્રાંત અધિકારી શ્રી લાઠી એ બગીચા ના કામે ખોટું થયાનું ધ્યાને આવતા પ્રાદેશિક નિયામક ભાવનગર ને રિપોર્ટ કર્યો હતો અને છ માસમાં બગીચો પૂરો કરવા વર્ષ ૨૦૧૫ વર્ક ઓડર્સ આપ્યો અને બગીચો બન્યા વગર જ બિલ ચૂકવી કૌભાંડ આચરવા માં આવ્યું હતું અને ખૂબ ઢીલી તપાસ થી નારાજ અરજદાર નિવૃત બેંક કર્મચારી એ ઉપવાસ આંદોલન શરૂ કરવા ચેતવણી આપતા ફરી તંત્ર આજે દામનગર સ્થળ તપાસ કરતા ખૂબ મોટી સંખ્યા માં સ્થાનિક શહેરીજનો બગીચા સ્થળે જોવા મળ્યા હતા.

(11:25 am IST)