Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વાંકાનેરના વીરપર ગામેથી સગીરાનું લગ્નની લાલચ આપી હળવદના દીધલિયાના ભરત કોળી ભગાડી ગયો

વાંકાનેર તાલુકાના ગામમાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં વાંકાનેર તાલુકાના ગામના રહેવાસી માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની ૧૬ વર્ષની સગીર વયની દીકરીને આરોપી ભરત નવઘણ કોળી રહે દીઘલીયા તા હળવદ વાળો શખ્શ સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો છે વાંકાનેર તાલુકા પોલીસે સગીરા અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

(8:49 am IST)