Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

પડધરી તાલુકા કોંગ્રેસના મહામંત્રી મનસુખભાઇ તળપદાનું રાજીનામુ :ધારાસભ્ય કગથરાની સામે દખલગીરીના આક્ષેપ

સંગઠનમાં કડવા પટેલ કાર્ડ ચલાવતા લેઉવા પટેલ સમાજના આગેવાનો નારાજ

પડધરી તાલુકા કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામુ આપ્યું છે અગાઉ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના રાજીનામાં બાદ તાલુકા કોંગ્રેસના મહામંત્રી મનસુખભાઇ કે તળપદાએ આપ્યું રાજીનામું આપ્યું છે પદાધિકારીઓની પસંદગીમા સંગઠન મહામંત્રી ભલામણ ન ચાલતા મનસુખભાઈ માં નારાજગી હતી અને ધારાસભ્યની દખલગીરીથી પડધરી તાલુકા કોંગ્રેસ મહામંત્રીએ રાજીનામુ આપ્યું છે 

પડધરીના ધારાસભ્ય લલિત કગથરા એ જ્ઞાતિવાદ ચલાવ્યા હોવાના આક્ષેપો કરાયા છે પડધરી તાલુકા પ્રમુખ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લલિત કગથરાની દખલગીરીથી ફેરબદલી કરાતા આપવામાં આવ્યું રાજીનામુ ફગાવ્યું છે પડધરી કોંગ્રેસ સંગઠનમાં નારાજગી જોવા મળી છે

 બે દીવસ પેહલા પડધરી તાલુકા કોગ્રેસ સમીતીના પ્રમુખ આપ્યું રાજીનામું હતું રાજકોટ જીલ્લા કોગ્રેસ કીશાન મોરચાના પ્રમુખ દીલીપ ભાઈ સાવલીયા પણ રાજીનામુ અપાયું હતુંએવું મનાય રહ્યું છે કે કડવા પટેલ કાર્ડ ચાલતા લેઉવા પટેલ સમાજના આગેવાનો નારાજ થયા હોવાનું સૂત્રો માંથી જાણવા મળી રહ્યું છે

(8:18 pm IST)