Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બાબરા સબ તેજુરી કચેરીમાં તસ્કરો ત્રાટકયાઃ કોર્ટની કેશ બેગના તાળા તુટયા

રોકડ રકમ તથા સોના-ચાંદીનો મુદ્દામાલ ચોરાયો હોવાની આશંકા : તપાસનો ધમધમાટ

 બાબરા તા.રપ : અતી જીર્ણ થયેલી સબ તેજુરી ઓફીસના સ્ટોર રૂમમાં તસ્કરો ત્રાટકી અને કોર્ટ મુદામાલની રોકડ રકમ તથા સોના-ચાંદી ભરેલી કેશબેગમાંથી ચોરી કરી પલાયન થયાની ગત રાત્રીના તેજુરી કલાર્ક દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયેલ છે.

બાબરા મામલતદાર કચેરી પાછળ આવેલા અંદાજીત ૧૦૦ વરસ જુના બીલ્ડીંગમાં કાર્યરત સબ ટ્રેઝરી ઓફીસના સ્ટોગરૂમમાં પડેલ પેટીના કોઇ અજાણ્યો ઇસમ તાળા અની શીલ તોડવા અંગે પ્રથમ દર્શનીય ગુન્હો દાખલ થવા પામેલ છે.

બાબરા કોર્ટ દ્વારા પોતાના હસ્તકની કેશ બેગમાં રોકડ તથા સોના-ચાંદીના મુદ્દામાલ અંગે હાલ ગણતરી થવા પામ્યા બાદ ચોકકસ રકમ મુદામાલ અંગે જાહેર થવા પામશે અધિકારી ગણમાં થતી ચર્ચા મુજબ ર.૪૦ લાખની રોકડ અને ૧પ લાખની કીંમતના સોના-ચાંદીના મુદામાલ દાગીના હોવાનું લોકમુખે ચર્ચાયા પામ્યુ છ.ે હાલ ડોગસ્વોડ અને એફએસએલ ટીમ દ્વારા તપાસ શરૂ થઇ છે.

(3:54 pm IST)