Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જામનગરના નિકાવામાં વરસાદના વરતારાની હોળી

વર્ષા પરિસંવાદોના વરતારા બંધ કરોઃ વિજ્ઞાન જાથા : છેલ્લા ૧૭ વર્ષીથી વરતારાનું કડકભૂસઃ ઋતુચક્રમાં ધરખમ ફેરફારના કારણે વરતારા અપ્રસ્તુત

રાજકોટઃ વર્તમાન સમયમાં ઋતુચક્રમાં ધરખમ ફેરાફારો વિશ્વના લોકો નજરે જોવે છે. કુદરત સામે વિજ્ઞાન પણ કયારેક લાચાર બની જાય છે. છતાં સંશોધનો અવિરત ચાલુ છે. વિજ્ઞાન સતત માનવ કલ્યાણ કારી સંશોધનો સાથે કુદરતનો કરિશ્મા જાણવા સતત પ્રયાસ કરે છે. ત્યારે વરસાદના વરતારા કરનારા પાસે એકપણ વિજ્ઞાન માન્ય ઉપકરણ ન હોવાના કારણે છેલ્લા ૧૭ વર્ષથી વરતારા ખોટાપડે છે. આ વર્ષે મે-જુન- ૧૮માં વરસાદ, સામાન્ય, વાવણી લાયક, વાવાઝોડું, કુદરતી આપત્તી વિગેરે આગાહીઓનું કડકભૂસ થયું છે. તેથી વરસાદના વરતારા સાથે વર્ષા પરિસંવાદો કાયમી બંધ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની આખરી ચેતવણી છે.

જામનગર જિલ્લાના નિકાવા ગામે વરસાદના વરતારાનો ફિયાસ્કો થયો. પ્રથમ ચરણના તમામ વરતારા ખાટો પડયા, વરતારાની હોળી, દફનવિધિ સાથે ઉઠમણું- બેસણું રાખી સૂત્રોચ્ચાર સાથે ભૂમિત, અવૈજ્ઞાનિક વરતારાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. વરતારા કરનારા કદીપણ શહેર- જિલ્લા કે ગામનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. મનની સ્ફુરણા પ્રમાણે તારીખો જેટલા વરતારા કરનારા એટલી જાહેરાત કરવામાં આવે છે. જો અને તોનાફળકથનો રાખી લોકોના માથા ઉપર વરતારા ઠોકી દેવામાં આવે છે. ૨૧મી સદીમાં વરતારા સંપૂર્ણ અપ્રસ્તુત છે. વરતારાને બોગસ, તિક્કડમનું બિરૂદ મળ્યું છે. ત્યારે વરતારા બંધ થઈ જાય તો સમાજ- ખેડૂતને કશુ જ નુકશાન નથી. વર્તમાન વરતારા મત પોલાની પ્રસિધ્ધિમાં જાહેર કરવામાં આવે છે. જાથાએ વરતારા કરનારાને લાલબત્તી બતાળી બંધ કરવા અપીલ કરી છે.

વરસદાના વરતારાની હોળી કરાવાના કાર્યક્રમનું ઉદ્દઘાટન ગામમના સરપંચ રાજુભાઈ મારવીયા, ભરતભાઈ ટોયટા, જે.પી.મારવીયા, ભોજાભાઈ ટોયટાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ કાર્યક્રમનો હેતુ ગ્રામજનો સમક્ષ સ્પષ્ટ કર્યો હતો. હવામાનખાતુ- વિજ્ઞાનની મદદથી વરસાદની તારીખો વાતાવરણના ફેરફારો વિગેરેની જાહેરાત કરે છે. તેમાં પણ ખોટા પડે તો સચોટ કારણો દૃશ્ય- શ્રાવ્ય લોકોને આપે છે. તેમાં વિજ્ઞાનની ચકાસણી હોય છે. જયારે વરસાદના વરતારા કરનારા પાસે વિજ્ઞાનનું એકપણ  વિશ્વસનીય ઉપકરણ નથી. જેટલા વરતારા કરનારા એટલા મતો- વિચારો મુકવામાં આવે છે. એક સૂત્રતાની વરસાદની તારીખો, સ્થળ, ગામ- શહેરની જાહેરાત કરવામાં આવતી નથી. માત્ર પોતાની પ્રસિધ્ધિનું વરતારા સાધન બની ગયું છે. વર્ષા પરિસંવાદે એક જે તારીખ- સ્થળની જાહેરાત કરવી જોઈએ. ૨૧મી સદીમાં વરતારા હાસ્યાસ્પદ સાબિત થયાં છે. લોકોના મનોરંજનનું સાધન બની ગયું છે. મે-જુનના તમામ વરતારા જમીન દોસ્ત થયાં છે. એક મહાશયે બે થી ત્રણ જુન-૨૦ સુધીમાં વાવાઝોડુ આવશે. તેવી જાહેરાત કરી દીધી પરંતુ પરિણામ દફનવિધિ સાબિત થઈ છે. લોકોના હિતમાં વરતારા બંધ કરવા જોઈએ. વર્ષા પરિસંવાદનો ૧૮માં વર્ષે ફિવાસ્યાકો થયો છે.

 

(3:42 pm IST)