Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભાવનગરમાં પાર્ટી પ્લોટના ગોડાઉનમાં દારૂ - બિયરનો જથ્થો જપ્ત : ૧૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે

 ભાવનગર  તા. ૨૫ : શહેર/જીલ્લામાંથી પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ ઉપલા અધિકારીની સુચનાથી દારૂ/જુગારની બદી નાબુદ કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ જેના ભાગ રૂપે એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી. પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ ખાસ ટીમો બનાવી પ્રોહી/જુગારની બદી સદંતર નાબુદ કરવા કામગીરી હાથ ધરેલ હતી અને ગત રાત્રી ના એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમી આધારે સર્વે નંબર ૧૦૦/૧ બનુભાઇની વાડી તરીકે ઓળખાતી જગ્યામાં બનાવેલ પાર્ટી પ્લોટના ગોડાઉનમાંથી કલ્પેશ ઉર્ફે આપો બહાદુરભાઇ સોરઠીયાનો વિદેશી દારૂ-બિયર મસ મોટો જથ્થો ઝડપી પાડેલ છે.

ત્રણ જુદા જુદા વાહનો (૧) મહિન્દ્રા બોલેરો મેકસી ટ્રક લોડીંગ રજી. નંબર GJ 18 AX 3212 (૨) સ્કોડા ફેબીયા કાર રજી. નંબર GJ 01 KM 8674 (૩) સેવરોલેટ બીટ કાર રજી. નંબર GJ 01 RV 5698 માંથી તથા ગોડાઉનમાંથી વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની કંપની સીલપેક બોટલ નંગ- ૧૫૮૪ (પેટી નંગ-૧૩૨) કિ.રૂ. ૪,૭૫,૨૦૦ તથા બિયરના કંપની સીલપેક ટીન નંગ- ૨૫૪૪ (પેટી નંગ-૧૦૬) ૨,૫૪,૪૦૦ તથા ત્રણ વાહનની કિ.રૂ. ૬૫૦૦૦૦ મળી કુલ રૂપિયા ૧૩,૮૦,૬૦૦ના મુદ્દામાલ સાથે ગોડાઉન માલીક જોરસંગભાઇ વિસાભાઇ ગોહિલ ઉ.વ. ૫૧ રહે. શહેર ફરતી સડક સુભાષનગર પ્લોટ નંબર ૨૩૬૧ ભાવનગર વાળાને તથા દારૂની હેરા ફેરી કરી કરેલ વધુ બે ઇસમો (૧) અહંમદભાઇ ઉર્ફે અમીતભાઇ યુનુસભાઇ કાસમીયા ઉ.વ. ૧૮ રહેવાસી ભીલવાડા ચોક, આનંદ પ્રોવિઝન સ્ટોરની ગલીમાં ભાવનગર (૨) જમનભાઇ શરદભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે રૂવાપરીરોડ ખલાસી સોસા., પ્લોટ નં. ૪૦ ખીજડાચોક ભાવનગરવાળાઓને ઝડપી પાડેલ હતા જયારે રેઇડ દરમ્યાન કલ્પેશ ઉર્ફે આપો બહાદુરભાઇ સોરઠીયા હાજર મળી આવેલ નહી તમામ સામે પ્રોહીબિશન એકટની જુદી જુદી કલમો તળે કાયદેસર કાર્યવાહી કરી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ કરી તમામ સામે એસ.ઓ.જી.ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલે ફરિયાદ આપી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આગળની તપાસ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર સાહેબ ચલાવી રહ્યા છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી.પરમાર પોલીસ હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૂ તથા યોગેન્દ્રસિંહ ગોહિલ તથા ત્રિભોવનભાઇ સોલંકી તથા પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા બાવકુદાન કુંચાલા તથા પ્રદિપસિંહ ગોહિલ તથા સોહિલભાઇ ચોકીયા તથા ડ્રાઇવર ભોજાભાઇ ભલાભાઇ તથા પરેશભાઇ પટેલ જોડાયા હતા.(૨૧.૨૦)

(12:48 pm IST)