Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મોરબીની કોલેજના વિદ્યાર્થીઓને જર્મનીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન

મોરબી તા. ૨૫ : મોરબી શહેરની વિવિધ અભ્યાસક્રમો ચલાવતી ઓમ.વી.વી.આઈ.એમ. કોલેજના બી.સી.એ. સહીત ના આઈ.ટી. કોર્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં મેનેજમેન્ટ ગુરૂ દિગંતભાઈ ભટ્ટ તેમજ જર્મની હેનઓવર સ્થિત ઈ.ઓન. કંપનીના આઈ.ટી. ટ્રાન્ફોર્મેશન એન્ડ બિઝનેશના વડા વૈભવભાઈ પંડ્યાએ જર્મનીથી લાઈવ વિડીયો કોન્ફોરન્સ દ્વારા માર્ગદર્શન આપ્યુ હતુ.

બન્ને મહાનુભવોએ આઈ.ટી. અભ્યાસક્રમોનુ મહત્વ તેમજ વિદેશમા ભારતિય ટેકનોક્રેટ્સની કેટલી માંગ છે તેના વિશે જણાવ્યુ હતુ. જર્મની સ્થિત વૈભવભાઈના માતા પિતા આજે પણ મોરબીમા રહે છે. વૈભવભાઈ એ મોરબી આર્ટ્સ કોલેજમા અભ્યાસ કર્યા બાદ કોમ્પ્યુટર શિખવાનુ શરૂ કર્યુ હતુ ભારતની ઙ્ગકંપનીઓમા તેમને સેવા આપવાનો મોકો મળ્યો. ત્યાર તેઓને આખા જર્મનીને પાવર સપ્લાય પુરી પાડતી કંપની ઈ.યોન.દ્વારા હેડ બનાવવામા આવ્યા. તેમણે ૫૦ જેટલી કેપનીઓ સાથે ટાઈ અપ કરેલ છે. તેમની આ સફળતા ના રહસ્યો જાણી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. તેઓએ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવાની પણ વાત કરી હતી.

આ તકે સંસ્થાના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ભાઈ ગડેશિયા, આઈ.ટી. હેડ હાર્દીક ભાઈ ઉદાણી, અમિત ભાઈ ભટ્ટ, ભાવેશ ભાઈ હડીયલ, પ્રહલાદભાઈ પરમાર, રાધીકાબેન, કીન્નરીબેન અને નીર્મીતભાઈ કક્કડ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૧૮)

(12:48 pm IST)