Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મેંદરડાના જીન્જુડા ગામે જંગલી જાનવરોનો ત્રાસઃ રાત્રે ખેતરોમાં પાકને લાખોનું નુકશાન

ખેડુતો દ્વારા લેખીત રજુઆત કરાય છે પણ પરિણામ શુન્ય જ ?!

મેંદરડા તા.રપઃ તા.૧૮-૬-૧૮ના રોજ રાત્રીના આશરે જંગલી ૧૦ રોઝ જાનવર ખેતરમાં આવી ૧ એકમાં મગફળીને નુકશાન કરેલ છે આશરે પ૦,૦૦૦ રૂપીયા જેવુ નુકશાન કરવામાં આવ્યુ હતુ.

જીન્જુડાના ખેડુત જયેન્દ્રભાઇ વલ્લભદાસ કુબાવતે કહ્યું કે તા.૧૮ના રોજ ખેતરમાં રોઝ પાક ખાઇ ગયા ત્યાર બાદ ૧૯-૬-૧૮ના રોજ ખેડુત દ્વારા મેંદરડા મામલતદારને તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને લેખીત રજુઆત કરવામાં આવી હતી. પ દિવસ થયા છતાં કોઇ સ્થળ ઉપર ખરાય કરવા આવેલ નથી.

જો આ સરકારી કર્મચારી દ્વારા ખેડુતોને ખાલી આસ્વાસન આપવામાં આવે તો પણ ખેડુત આત્મહત્યા કરતા અટકાવી શકાય.

જયેન્દ્રભાઇના જણાવ્યા પ્રમાણે ગામડાના ખેડુતોને જાણકારી ન હોવાથી આવી અરજી કરવા માટે પણ ઘણા ધકકા ખાવા પડે છે જેમ કે જયેન્દ્રભાઇ પ્રથમ જીન્જુડા ગામના તલાટીને પુછપરછ કરતા તલાટી દ્વારા રેવન્યુ તલાટીને પંચકામ કરવાનું હોય એવુ જણાવેલ ત્યાર બાદ ખેડુતે રેવન્યુ તલાટીને પુછતા તેમને કહ્યું આ મારી ફરજમાં પંચકામ કરવાનું ના આવે, ત્યાર બાદ તેમને મામલતદારની જાણ કરી તેમજ રેન્જ ફોરેસ્ટ વિભાગને લેખીત અરજી કરી પ દિવસ થઇ ગયા તોય કોઇ સરકારી કર્મચારી હજી આસ્વસન રૂપે જગ્યા સ્થળે પંચરોજકામ કરવા નથી આવ્યા.

જયેન્દ્રભાઇ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે સરકાર કૃષી મેળામાં હજારો રૂપીયા ખર્ચી રહ્યા છે તો કૃષી મેળામાં જ આવી સરકાર દ્વારા જાણકારી આપવી જોઇએ કે ખેડુતોને કઇ જગ્યાએ અરજી કરવાથી તેનો પ્રશ્ન ઉકેલાશે. (૮.પ)

 

(12:13 pm IST)