Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભાવનગર એસ.ઓ.જી. પોલીસે જાહેરમાં જુગાર રમતા આઠ પતાપ્રેમીને ૮૦,૦૦૦/ના મુદામાલ સાથે ઝડપયા

ભાવનગર, તા.૨પઃ જાહેરમાં જુગાર રમતા ૮ ઝડપાયાઃ ૮૦,૩૦૦/- ના ભાવનગર એસ.ઓ.જી. પોલીસ

ભાવનગર જીલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સારૂ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલાને મળેલ સંયુકત બાતમી આધારે આખલોલ જકાતનાકા, દરબારગઢ, હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના ઘરની સામેની ગલીમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા ઇસમો (૧) હિતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૮, (૨) વિજયસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૩૧ (૩) ધીરૂભાઇ ચીથરભાઇ મકવાણા ઉ.વ.૩૯, (૪) હાજીભાઇ ઉર્ફે મુન્નાભાઇ ઇસાભાઇ બેલખીયા ઉ.વ.૪૫, (૫) અબ્દુલ રજાકભાઇ અબુભાઇ પોપટીયા ઉ.વ.૪૦, (૬) ભાવેશભાઇ લવજીભાઇ જાબુંચા ઉ.વ.૨૪, (૭) રમેશભાઇ સવજીભાઇ મકવાણા ઉ.વ. ૪૦, (૮) અશોકભાઇ કાન્તીભાઇ સરવૈયા ઉ.વ.૩૫ રહેવાસી તમામ ભાવનગર વાળાઓને રોકડ રૂપિયા ૬૬,૩૦૦/- તથા મોબાઇલ ફોન-૦૫ તથા ગંજીપાના મળી કુલ રૂપિયા ૮૦,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા હેડ કોન્સ. જે.બી.ગોહિલ તથા ટી.કે.સોલંકી તથા પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ તથા વિશ્વજીતસિંહ ઝાલા તથા યોગીનભાઇ ધાંધલ્યા તથા શરદભાઇ ભટ્ટ તથા મુકેશભાઇ કંટારીયા તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતાં. (૨૩.પ)

(12:09 pm IST)