Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

શહેરના પ્રાણ પ્રશ્નોને પુર્ણ કરીશુઃ જામનગર કોર્પોરેશનનાં નવનિયુકત પદાધિકારીઓ ''અકિલા'' કાર્યાલયની મુલાકાતે

જામનગરઃજામનગરમાં નવનિયુકત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અકિલા દૈનિક જામનગરની ખાસ મુલાકાતે આવી પહોંચ્યા હતા.  જામનગર મહાનગર પાલિકાના મેયર હસમુખભાઈ જેઠવા, ડે. મેયર કરશનભાઈ કરમુર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, શાસકપક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, દંડક જડીબેન સરવૈયા મહાનગરપાલિકા માં સતા સંભાળ્યા બાદ સૌ પ્રથમ વખત અકિલા પરિવારને ત્યાં પધાર્યા હતા.આ પ્રસંગે ભાજપ સંગઠનના શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા અને ભાજપ મીડિયા સેલના નીતિન માડમ સહિતના પદાધિકારીઓ પણ જોડાયા હતા.  જામનગર અકિલની શુભેચ્છા મુલાકતે આવેલા મહાનગરપાલિકા ના નવનિયુકત પદાધિકારીઓ એ જામનગર શહેરના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી. જામનગર અકિલા કાર્યાલય ખાતે અકિલા પરિવારના પ્રેમ લાગણી અને લોકચાહનાને પણ વાગોળી પ્રજાના પ્રશ્નો માટે અકિલા હરહંમેશ સત્ત્।ાધીશોને જરૂર પડે પત્રકારિત્વ ધર્મ નિભાવી અને સુચન પણ આપે છે તેની સરાહના કરી હતી. અકિલા દૈનિકના બ્યુરો ચીફ મુકુંદભાઈ બદીયાણી સાથે શહેરના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી,જામનગરના પ્રાણ પ્રશ્નોને અગ્રતાક્રમ આપી પૂર્ણ કરવા મહાનગર પાલિકાની બોડીએ નેમ વ્યકત કરી હતી. કેન્દ્ર સરકાર અને રાજય સરકારના વિકાસના કામો લોકો સુધી પહોંચાડી જામનગર ને દરેક ક્ષેત્રે આગળ વધારવા પ્રયત્નો કરાઈ રહયાનું મનપાના પદાધિકારીઓ એ જણાવ્યું હતું. આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે ભાજપ સંગઠનના પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના પ્રથમ નાગરિક તરીકે બીજીવાર સુકાન સંભાળનાર હસમુખભાઈ જેઠવાએ અકીલા દૈનિક ના યુવા ફોટોજર્નાલિસ્ટ કિંજલ કારસરીયા સાથે વાતચીતમાં જામનગર અને શહેરીજનોના હિતમાં સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્ર ને સાથે લઈ પોતે ચાલવા માગે છે અને શહેરીજનોના મહત્વના પ્રશ્નોને પ્રાધાન્ય આપી તાત્કાલિક નિવારણ માટે તત્પરતા દર્શાવી પણ મેયર હસમુખ જેઠવાએ ખાતરી આપી હતી. (તસવીર કિંજલ કારસરીયા જામનગર)(૨૨.૪)

(12:09 pm IST)