Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગોંડલમાં જીન માલીકે કર્મચારીને મારમારી હડધૂત કર્યો : એટ્રોસીટીની ફરિયાદ

ગોંડલ તા. ૨૫ : ગોંડલ શહેરના નાગડકા રોડ પર આવેલ કોટન જીનીંગ મિલમાં માલિકે કર્મચારીને પ્લાસ્ટિકની પટ્ટી વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા સિટી પોલીસમાં એસ્ટ્રોસિટી એકટ અંગેની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ નાગડકા રોડ પર આવેલ રાઘવ જીન કોટન મિલમાં કામ કરતા મોટા દડવા ગામના ધર્મેન્દ્ર નાનજીભાઈ બાબરીયા ને મિલમાલિક મનોજ બાબુભાઈ ગજેરાએ પ્લાસ્ટિકની પટ્ટી વડે માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી કારખાનામાંથી કાઢી મૂકતા ધર્મેન્દ્ર દ્વારા પોલીસમાં એસ્ટ્રોસિટી એકટ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી છે જે અંગેની વધુ તપાસ ડીવાયએસપીને હાથ ધરી છે.ધર્મેન્દ્ર બાબરીયા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું રાઘવ જીન સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યો હતો ગતરોજ મિલમાલિક મનોજભાઈ ગજેરાએ મને રૂની ગાંસડીઓ ઉપાડવાનું જણાવતા, હું સફાઈ કર્મચારી છું તેવું મેં કહેતા આવેશમાં આવી જઈ પોતાના હાથમાં રહેલ પ્લાસ્ટિકની પટ્ટી વડે મને માર મારવા લાગે અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી મને કારખાનાની બહાર કાઢી મૂકયો હતો.(૨૧.૧૬)

(12:07 pm IST)