Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વાંકાનેરમાં છ મહિના પહેલા તોડી પડાયેલ પુલની કામગીરી કયારે શરૂ થશે ?

વાંકાનેર, તા.રપ : વાંકાનેરના હાર્દસમા વિસ્તારનો મહત્વનો પુલ છએક મહિના પહેલા તોડી પડાયેલ. જે નવા પુલની કામગીરી કયારે શરૂ થશે ? એ હવે લકોોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વાંકાનેરથી રાજકોટ આવવા અને જવા માટેનો અને અમદાવાદથી રાજકોટ તરફ જતો વાહન વ્યવહાર, રાજકોટથી ચોટીલા, મોરબી, માટેલ તરફ જતો બધો જ વાહન વ્યવહાર આ પુલ પરથી પસાર થતો હતો.

પરંતુ નવા પુલ બનાવવાના હેતુએ જુનો આ પુલ યુદ્ધના ધોરણે તૂર્ત તોડી તો પડાયો અને ચોમાસા પહેલા પુલ બની જવાનો કલેકટરના આદેશને પણ પુલ બનાવનાર કોન્ટ્રાકટર ઘોળીને પી ગયા છે. નવા પુલની કામગીરી ૧૬/ર થી શરૂ કરીને ૧પ/૬ એ પૂરી કરવાની હતી.

આ હેતુનો આદેશ વાળુ બોર્ડ પણ હાલ હવામાં ઝુલતુ જોવા મળી રહ્યું છે. પુલની કામગીરી કયારે શરૂ થશે ? એ અંગે લોકો વારંવાર પૂછી રહ્યા છે પણ સંબંધિતો અઉત્તર છે. આ પુલ પરથી અભ્યાસે જતા વિદ્યાર્થીઓનું ભાવી પણ મુશ્કેલ બન્યું છે.

મામલતદાર કચેરી-ન્યાય કોર્ટ-આંખની હોસ્પિટલ બસ સ્ટેન્ડ જેવા મહત્વના સ્થાનોએ પહોંચવા શહેરીજનોએ લાંબો રન કરી ફરીને પહોંચવું પડે છે. આ પુલ પરથી એસ.ટી. ૭૦ ટકા બસો પસાર થતી હતી તે હવે બારોબાર જાય છે લોકો પરેશાન છે.

(12:03 pm IST)