Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જેતપુરમાં પરણિતાની છેડતીઃ રાજુ અને વિમલ પટેલ તથા મહિલા સામે ફરીયાદ

તારે બંને સાથે શરીર સંબંધ બાંધવો પડશે, બદલામાં રૂપિયા મળશે તેમ કહી

જેતપુર તા. ૨૫: શહેરમાં પરણિતાની છેડતી મામલે એક મહિલા અને બે પટેલ શખ્સો સામે ફરીયાદ થતા ચકચાર જાગી છે.

 અત્રેના દેશાઇવાડી વિસ્તારમાં રહેતી એક પરણિતા મહિલાને હેતલબેન મહેતા સાથે પરીચય થયો જે પરણિત મહિલા ના ઘર પાસે જ રહેતી હતી. હેતલબેન કેટરર્સનું કામ કરતી હોય ગત રાત્રીના પરણિતા મહિલા તેની દિકરીને લઇ મંદિરે સત્સંગમાં જતી હતી ત્યારે મંદિરના દરવાજે હેતલબેન ઉભા હતા તેણે પરણિતાને મંદિરમાં જવાના બદલે મંદિર નજીક એક છોટા હાથી વાહન ઉભુ હતું તે તેમના ઓળખીતા વિમલભાઇ પટેલનું છે તેને મારે મળવા જવું છે તેમ કહી પરણિત મહિલાને છોટા હાથીમાં બેસાડી નકલંક આશ્રમ પાસે બનતા પાર્ટી પ્લોટમાં લઇ ગયેલ જયાં પાર્ટી પ્લોટનો માલીક રાજુ હાજર હતો હેતલબેને પરણિત મહિલાને કહેલ કે તારે આ બંને સાથે શરીર સંબંધ બાંધવો પડશે બદલામાં તને રૂપિયા આપશે. તેમ કહી રૂમમાં ધકેલી દીધી જયાં રાજુ અને વિમલ પટેલ બંન્નેએ પરણિતાને શારીરિક અડપલા કરતા તેનાથી બચવા મહિલાને પ્રતિકાર કરતી જોઇ તેની દિકરી રડવા લાગતા બંન્ને શખ્સોએ મા દિકરીને છોડી દિધેલ.

મહિલા ત્યાંથી બચી તેના ઘેર પહોંચી પતિને હકિકત જણાવતા પોલીસમાં બંન્ને શખ્સો તેમજ મહિલા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે રાજુ તેમજ વિમલ પટેલ સામે મહિલાની શારીરિક છેડતી તેમજ હેતલબેન મહેતા સામે મદદગારી કર્યાનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. (૧.૧૧)

(12:03 pm IST)