Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કોટડાસાંગાણીમાં જુગાર રમતા સાત પકડાયા

કોટડાસાંગાણી, તા.૨પઃ કોટડાસાંગાણીના શરીફ ચોકમા જાહેર મા જુગાર રમતા સાત શખ્સોની પોલીસે અટકાયત કરી ૧૫૩૩૦ રોકડ રકમ કબજે કરી છે કોટડાસાંગાણી પોલીસ ના પી એસ આઈ કે બી સાંખલા હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસીંહ રાણા દિપકભાઈ સરવૈયા કોન્સ્ટેબલ શકિતસિંહ ઝાલા વિશ્રરાજસીંહ જાડેજા હરદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે કોટડાસાંગાણીમા આવેલ શરીફ ચોકમા જાહેરમા હારજીત નો તીનપત્ત્।ી નો જુગાર રમતા મહેશ ચૌહાણ ભરત પરમાર મનસુખ ભુત રાજેશ ચૌહાણ પીન્ટુ ભટ્ટી ધર્મેશ ગોહેલ અશોક પરમાર રહે તમામ કોટડાસાંગાણી ને જડપી પાડી ૧૫૩૩૦ ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.(૨૩.૭)

(12:02 pm IST)