Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

નિલાખા ગામે આહિર યુવતી એ ઝેરી દવા પીતા મોત

માતાને ત્રણ વર્ષથી કેન્સરની બીમારી હોવાથી ભરેેલું પગલું

ઉપલેટા તા ૨૫ : અહિંથી ૧૨ કિમી દુર આવેલા નિલાખા ગામે રહેતા ભુરાભાઇ રામભાઇ જલુ ની પુત્રી મિતલબેન જલુ ઉ.વ. ૨૩ વાળી એ તેમની માતા શાંતાબેન ઉ.વ. પ૦ વાળી ઘણા સમયથી બિમાર હોય જેમને બિમાર જોઇ ન શકતાં આહિર યુવતીએ તેમના ઘરે ઝેરી દવા પી જતાં ગંભીર હાલતમાં પથમ ઉપલેટા ખાનગી હોસ્પીટલમાં દાખલ કરેલ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પીટલમાં દાખલ કરેલ તેમનું સારવાર દરમ્યાન મોત થયેલ છે. મરનાર યુવતી મિતલબેન બે ભાઇ ની એકની એક બહેન હોવાનું બહાર આવેલ છે.

 

નિલાખા ગામેરહેતા કોળી શાકરબેન બાબુભાઇ સિહોર ઉ.વ. ૫૦ વાળી ગત તા ૨૧ ના રોજ તેમના ઘરે કેરોસીન છાંટી આપઘાત કરતા ગંભીર હાલતમાં જુનાગઢ હોસ્પીટલમાં દાખલ કરેલ જેમનું સારવાર દરમ્યાન મોત થયેલ છે. ઉપલેટા પો. જ. ભુપતભાઇ ભંદુભાઇ એ તપાસ હાથ ધરેલ છે. (૩.૫)

 

(12:01 pm IST)