Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ભાવનગર પાસે ટ્રક હડફેટે બાઇકસ્‍વાર રાવળ પિતા - પુત્રીના મોત : મંદિરે જતા'તા

ભાવનગર તા. ૨૫ : ભાવનગરનાં નારી ચોકડી પાસે ટ્રકની હડફેટે ચડી જતા બાઇક ઉપર જઇ રહેલા પિતા - પુત્રીના ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ કરૂણ મોત નિપજ્‍યા હતા.

અકસ્‍માતની મળતી વિગતો મુજબ ભાવનગર શહેરનાં કુંભારવાડા વિસ્‍તારમાં રહેતા શૈલેષભાઇ ચંદ્રકાંતભાઇ રાવળ (ઉ.વ.૩૦) અને તેની પુત્રી સંધ્‍યા (ઉ.વ.૩) મોટરસાઇકલ ઉપર ભાવનગરથી ખોડીયાર મંદિર તરફ જઇ રહ્યા હતા ત્‍યારે નારી ચોકડી પાસે પુરઝડપે ધસી આવેલા ટોરસ ટ્રક નં. જીજે૭યુ-૫૪૫૪નાં ચાલકે હડફેટે લેતા સર્જાયેલા ગમખ્‍વાર અકસ્‍માતમાં બાઇક ચાલક શૈલેષભાઇ રાવળ અને તેની સાથે બેઠેલી તેની ૩ વર્ષની માસુમ પુત્રી સંધ્‍યાનું ગંભીર ઇજા થતાં ઘટના સ્‍થળે જ કરૂણ મોત નિપજ્‍યું હતું.

આ બનાવ અંગે વરતેજ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી ટ્રક ચાલકને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:49 am IST)