Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોરબીમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી નરેશ વાઘેલા રાજકોટથી ઝડપાયો.

પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજકોટ પોપટપરા ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી

મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડ ટીમે રાજકોટ પોપટપરા ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીની સુચનાથી એલસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા કાર્યરત હોય દરમીયાન એ ડીવીઝન પોલીસ મથકમાં મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી નરેશ બાબુભાઈ વાઘેલા રહે મૂળ બગસરા હાલ મોરબી ગોકુલનગર વાળો રાજકોટ પોપટપરા વિસ્તારમાં હોવાની બાતમીને પગલે ટીમે રાજકોટ પોપટપરા વિસ્તારમાં તપાસ કરતા આરોપી નરેશ બાબુભાઈ વાઘેલા મળી આવતા આરોપીને દબોચી લઈને એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એ ડી જાડેજા, પોલાભાઈ ખાંભરા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, જયેશભાઈ વાઘેલા, દશરથસિંહ ચાવડા, ફૂલીબેન તરાર, યોગીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.

(10:59 pm IST)