Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

તળાજા રેફરલ હોસ્‍પિટલમાં પ્રસુતાનો જીવ બચાવવા ખાનગી ડોકટરને બાઇક ઉપર લાવવાની ફરજ પડી

આરોગ્‍યવિભાગ દ્રારા તાત્‍કાલીક તબીબો અને સ્‍ટાફની નિમણુંક થાય તે માટે માંગ

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ છેલ્‍લા ઘણા સમયથી રાજય સરકાર સંચાલિત તળાજા રેફરલ હોસ્‍પિટલમાં ડોકટરની અછત પુરી થઇ નથી. અને છેલ્લા મહિનામાં એકમાત્ર ડોકટર પણ રજા પર જતા દરરોજ ડોકટરો બદલાતા રહે છે. જેની સ્‍ટાફને પણ જાણ હોતી નથી. જેથી દર્દીઓ પરેશાન થઇ રહ્યા છે.

પ્રસુતાનો જીવ બચાવવા ખાનગી ડોકટરને તાત્‍કાલિક બાઇક પર લાવવાની સ્‍ટાફ તથા સેવાભાવી યુવાનોને ફરજ પડી હતી. આજે સ્‍થાનિક અને ગામડેથી ચાલીસેક દર્દીઓ સારવાર માટે આવ્‍યા હતા. પરંતુ ઓપીડી સંભાળી શકે તેવા એક પણ ડોકટર હાજર ન હોવાથી સ્‍ટાફ દ્વારા સંબંધિત અધિકારીઓનો જાણ કરવા છતાં ડોકટરની વ્‍યવસ્‍થા થઇ નથી.

બ્‍લોક કચેરી દ્વારા લોકોના રોષને ખાળવા આયુષ વિભાગ દ્વારા ફાળવેલા આયુર્વેદનો બેસાડી દેવામાં આવ્‍યા હતા. ત્રણ મહિલાઓ પ્રસૃતિ માટે આવેલ જેમાંથી એક મહિલાની તબિયત લથડતા તાત્‍કાલિક બોલવાની ફરજ પડી હતી. યોગ્‍ય કામગીરીની ખાત્રી કલેકટર દ્વારા અપાઇ હતીે 

દેવલીથી આવેલા વૃદ્ધા ની માઠી દશા થઇ

આશરે સિતેરેક વર્ષ વટાવી ચૂકેલા જીણાભાઇ રણછોડભાઇને શ્વાસ સહિતની બિમારી હોવાથી દેવલી ગામથી દવા લેવા આવ્‍યા હતા. પરંતુ ડોકટર હાજર ન હોવાથી તેની દશા માઠી  થઇ હતી.

બાટલા ચડાવવા ડોકટરની કમી

માખણીયા ગામેથી આવેલા રઘુરામભાઇ પરમારના દીકરા દિલીપને તાવ આવેલ હતો. જેની સારવાર માટે બાટલા ચડાવવા ડોકટર ન હોવાથી દોઢ કલાક રાહ જોવી પડી હતી.

મજૂર વૃદ્ધની હાલત કફોડી

મજુરી કામ કરતા સિતેર વર્ષના ઠાકરભાઇ ભગવાનભાઇને હાથનો દુઃખાવો હોવાથી દવા લેવા આવ્‍યા હતા. પરંતુ  ડોકટરની ગેરહાજરીને લઇ તેમની હાલત કફોડી બની હતી .

પ્રસુતાને તબિયત લથડી

હોસ્‍પિટલમાં હાજર રહેલી નર્સ દ્વારા ત્રણ પ્રસુતા મહિલાને દાખલ કરી કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેમાં એક મહિલાને ખૂબ બ્‍લીડીંગ થવા લાગતા મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા. અનુભવને આધારે દર્દીની સારવાર કરાઇ હતી. પરંતુ મહિલાની તબિયત લથડી હતી.

(1:01 pm IST)