Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ભાડલા પોલીસે દારૂ ભરેલી કારઝડપી લીધીઃ છાસીયાના નિતેશની ધરપકડ

જસદણ-આટકોટ તા. રપઃ જસદણના ભાડલા ગામના બસ સ્‍ટેશન પાસે કારમાં ઇંગ્‍લીશ દારૂના જથ્‍થા સાથે નીકળેલ શખ્‍સને ભાડલા પોલીસે ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ અને નાયબ પોલીસ અધિક્ષક પી. એ. ઝાલા તેમજ જસદણ સીપીઆઇ કે. જે. રાણાના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્‍ટેશનનો સ્‍ટાફ કોમ્‍બીંગ નાઇટ રાઉન્‍ડ ફરજમાં હતો અને વાહન ચેકીંગ કરતા હતા. તે દરમિયાન જસદણના ભાડલા ગામના બસ સ્‍ટેશન પાસેથી શંકાસ્‍પદ હાલતમાં નીકળેલી અલ્‍ટો કાર નં.ફ જીજે-ર૭કે-૭પર૪ નીકળતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી જુદી-જુદી બ્રાન્‍ડની ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ ૧૩૮ સહિત કુલ રૂ. ૧,૪૪,૩૦૦નો મુદામાલ મળી આવતા ભાડલા પોલીસે કાર સહિતના દારૂના જથ્‍થા સાથે કાર ચાલક નિતેશ વસ્‍તાભાઇ વાસાણી (રહે-છાસીયા તા. વિંછીયા) ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહીમાં ભાડલાના પી.એસ.આઇ. એચ. ડી. હિંગરોજા, હેડ કો. અશ્‍વિનભાઇ માલકીયા, મામૈયાભાઇ શામળા, પો.કો. લાલજીભાઇ તલસાણીયા તથા અરવિંદભાઇ ઝાપડીયા સહિતનો સ્‍ટાફ જોડાયો હતો.

(12:44 pm IST)