Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા આજે રાજકોટમાં:ભાજપ પાર્ટી એટલે ભ્રષ્‍ટાચારની પાર્ટી

ઈશુદાન ગઢવીએ મોરબીના જનસંવાદ કાર્યક્રમમાં ભાજપને આડેહાથ લીધી

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૫ : ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રા શરૂ કરી છે. ત્‍યારે આજે મોરબી-માળીયા વિસ્‍તારમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા પહોચી હતી અને તેની સાથે આવેલ ઈસુદાન ગઢવીએ જનસંવાદ કર્યો હતો ત્‍યાર બાદ ભાજપ ઉપર પ્રહાર કરતાં તેને કહ્યું હતું કે, પંજાબ સરકારમાં આમ આદમી પાર્ટીના મંત્રી ઉપર માત્ર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્‍યો ત્‍યાં મુખ્‍યમંત્રીએ તેને સસ્‍પેન્‍ડ કરીને જેલ હવાલે કરી દીધેલ છે જોકે ગુજરાતની અંદર એક નહિ અનેક પેપર ફૂટયા તે સહિત અનેક મંત્રીઓ અને ભાજપના આગેવાનો ઉપર કોર્ટમાં કેસ સાબિત થઈ ગયા છે તો પણ કોઈ જેલમાં ગયા નથી અને વારંવાર શબ્‍દનો ઉપયોગ ભાજપના આગેવાનો દ્વારા મહાઠગ શબ્‍દનો ઉપયોગ કરવામાં આવે છે ત્‍યારે ભાજપના પ્રદેશ  પ્રમુખ દ્વારા સુરતની એક બેંકમાં ૫૮ કરોડનું બૂચ મારી દેવામાં આવ્‍યું છે અને તેની ઉપર ૧૦૭ જેટલા કેસ ચાલી રહ્યા છે તેને મહાઠગ કહેવાય જે મફતમાં શિક્ષણ આપે અને મફતમાં આરોગ્‍યની સુવિધા આપે તેને કોઈ મહાઠગ સાથે સરખાવી શકાય નહીં

 ગુજરાતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા શરૂ કરવામાં આવી છે ત્‍યારે આજે મોરબીના વાવડી રોડ ઉપરના સરદાર ચેમ્‍બર ખાતે ઈસુદાન ગઢવીની જનસંવાદ સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્‍યામાં લોકો હાજર રહ્યા હતા અને ત્‍યારે તેને ભાજપને આડે હાથે લીધી હતી અને છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ કૌભાંડ અને પેપર લીક થવા સહિતના મુદે ભાજપ ઉપર -હાર કર્યા હતા અને કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તેના કૌભાંડોનો જવાબ મળશે તેમાં શંકાને કોઈ સ્‍થાન નથી વધુમાં આમ આદમી પાર્ટીના આગેવાન ઈશુદાન ગઢવી એ લોકોનું સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતની અંદર છેલ્લા વર્ષોમાં ખેડૂતો હેરાન છે, સરકારી અધિકારી-કર્મચારીઓ હેરાન છે, વિદ્યાર્થીઓ હેરાન છે અઅણએ આમ આદમી હેરાન છે તેમ છતાં પણ ભાજપ દ્વારા લોકોના પ્રશ્‍નો ઉકેલાય તે દિશામાં કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી અને દિવસે ને દિવસે લોકોની સમસ્‍યાઓ વધી રહી છે ત્‍યારે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે.

 વધુમાં તેમણે એવું પણ જણાવ્‍યું હતું કે પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર આવ્‍યા બાદ માત્ર તેના મંત્રી ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્‍યો હતો તેમ છતાં પણ મુખ્‍યમંત્રી દ્વારા તેને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા અને તેને જેલ હવાલે કરવામાં આવ્‍યા છે જોકે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા વર્ષની અંદર લેવાયેલ જુદી-જુદી પરીક્ષાઓમાંથી અનેક પેપર ફુટેલ છે તેમ છતાં પણ આજની તારીખે કોઈ ભ્રષ્ટાચારી અથવા પેપર ફોડનારા જેલ હવાલે થયેલા નથી અને તે ઉપરાંત જો વાત કરીએ તો ભાજપના આગેવાનો તેમજ મંત્રીઓમાંથી ઘણા લોકો ઉપર કોર્ટમાં કેસ સાબિત થઈ ગયા છે તેમ છતાં પણ તેઓમાંથી કોઈને જેલ હવાલે કરવામાં આવ્‍યા નથી આમ ભ્રષ્ટાચાર ને સતત ગુજરાતની અંદર પ્રોત્‍સાહન મળી રહ્યું છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્‍તિ નથી અને અંતમાં તેઓ એવું પણ જણાવ્‍યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ કે જેમણે સુરતની અંદર એક બેંકમાં ૫૮ કરોડનું બૂચ માર્યું છે તેને મહાઠગ કહેવાય. અને તેના ઉપર આજની તારીખે ૧૦૭ જેટલા કેસ છે આવા પ્રદેશ પ્રમુખને ગુજરાતની જનતા ઉપર ભાજપ દ્વારા ઠોકી બેસાડવામાં આવેલ છે.

(12:40 pm IST)