Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ધ્રોલ તાલુકાના લતીપર નજીક આઇસર ગાડી સાથે ટ્રક અથડાતાં આઇસર ગાડીના ચાલક ને નાની - મોટી ઇજા

ધ્રોલ::તાલુકાના લતીપર  નજીક આઇસર ગાડી સાથે ટ્રક અથડાતાં આઇસર ગાડીના ચાલક ને નાની - મોટી ઇજાઓ થઈ હતી. આ અંગે મળતી વિગત અનુસાર રાજસ્થાનના બોડેલી ગામના અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મોહમ્મદ લ્યાત કેશખાન રાજસ્થાન આઇસર ગાડી લઈને પાલનપુર થી ખંભાળિયા આવતા હતા ત્યારે લતીપર નજીક ધ્રોલ તરફ માર્ગમાં  સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નં. જી.જે૧૨ એ.યુ. ૮૧૬૩ ના ચાલકે આઇસર ચાલકને ઠોકર મારતા માથાના ભાગે જમણા હાથે અને ખંભા સહિતના ભાગોમાં નાની-મોટી ઇજાઓ થયેલ આ બનાવ અંગે મોહમ્મદ હયાત ખાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.( સંજય ડાંગર - ધ્રોલ)

(12:22 pm IST)