Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

૪ દિવસ પછી પવનનું જોર ઘટતા ગિરનાર રોપ-વે પુનઃ શરૂ

સવારના ૭થી સાંજના ૬ વાગ્યા સુધી લાભ લેવા આસીસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ દિપક કપલીસનો અનુરોધ

(વિનુ જાષી દ્વારા) જુનાગઢ તા. રપ :.. જુનાગઢ ગિરનાર રોપ-વે છેલ્લા ચાર દિવસથી પવનને કારણે બંધ હતો જે આજે સવારે ૭ કલાકથી શરૂ થઇ ગયો છે.
ઉષાબ્રેકો ઉડન ખટોલા રોપવેના આસીસ્ટન્ટ વાઇસ પ્રેસીડેન્ટ દિપક કપલીસે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા ચાર દિવસથી ગિરનાર પર્વત પર ૬પ થી ૭૦ કિ.મી.ની ઝડપે પવન ફુકાતો રહયો હતો જેથી ગીરનાર રોપવે સેવાબંધ કરવી પડી હતી પરંતુ આજ સવારથી પવનની ગતિ ઘટતા સવારે ૭ કલાકથી રોપ-વે સેવા શરૂ કરવામાં આવેલ છે.
શ્રી દિપક કપલીસઍ વધુમાં જણાવેલ કે ગિરનાર રોપવે બંધ રહેવાના કારણે પ્રવાસીઓને મુશ્કેલી અંગે ખેદ વ્યકત કરી અને આજથી શરૂ થયેલ રોપવે સેવાનો પ્રવાસીઓને લાભ લેવા અને વેકેશનનો આનંદ માણવા યાત્રિકોને અનુરોધ કર્યો છે અને રોપ-વેનો સમય સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી ૩૦ જુન સુધી રાખવામાં આવેલ હોવાનું અંતમાં જણાવેલ છે.

(11:37 am IST)