Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોરબીના જુના સાદુળકા અને ઘુંટુ ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

મોરબી તાલુકા પોલીસ અને સિટી બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી

મોરબી શહેર અને જિલ્લામાં દેશી – વિદેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ચાલુ રાખી મોરબી તાલુકા પોલીસે નવા સાદુળકા ગામે અને બી ડિવિઝન પોલીસે ઘુંટુ નજીક દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ મહિલા સહિત બે આરોપીઓને ગિરફતમાં લીધા હતા.

પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે નવા સાદુળકા ગામની સીમમાં મચ્છુનદીના કાંઠે દરોડો પાડી મહેન્દ્રભાઈ મોહનભાઈ માસુણીયાની દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂનો આથો, દારૂ ગાળવાના સાધનો સહિત રૂપિયા 1950નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
જ્યારે બીજા દરોડામાં સિટી બી ડિવિઝન પોલીસે જુના ઘુંટુ રોડ ઉપર શાંતીવન સોસાયટી નજીકથી ત્રાજપર મોરબીમાં રહેતા સવીતાબેન છગનભાઇ પનારાની દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દારૂ ગાળવાના સાધનો સહિત રૂપિયા 2040નો મુદ્દામાલ કબ્જે કરી મહિલા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

(1:12 am IST)