Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

મોરબીના ટીંબડી-ધરમપુર ગામમાં બેફામ થતી ખનીજચોરી રોકવા અને, ભારે વાહનોના ત્રાસમાંથી મુક્તિ આપવા માંગ

શ્રી ટીંબડી ગ્રામ પંચાયત દ્વારા ખનીજ વિભાગ, RTO અધિકારી અને મામલતદારને રજૂઆત કરી

મોરબી તાલુકાના ટીંબડી અને ધરમપુર ગામમાં આવેલ ખનીજની ખાણમાંથી ગેરકાયદેસર માટી ચોરી કરવામાં આવતી હોય જે રોકવા અને કાર્યવાહી કરવા તેમજ નેશનલ હાઈવેથી ટીંબડી-ધરમપુર રોડ પર ભારે વાહનોના ત્રાસ અંગે પણ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે

મોરબીના શ્રી ટીંબડી ગ્રામ પંચાયત દ્વારા આરટીઓ અધિકારી અને મામલતદારને રજૂઆત કરી જણાવ્યું છે કે નેશનલ હાઈવેથી ટીંબડી ધરમપુર ડામર રોડનું કામ હાલ હાલે જે જ્યાં અતિ ભારે વાહનો ચાલતા હોવાતીહ ડામર રોડ તૂટી જવાની સંભાવના છે જેથી ભારે વાહનો અન્ય રસ્તેથી ચાલે તેવી જોગવાઈ કરવા અને આ રોડ પરથી ભારે વાહનો અટકાવવા માંગ કરવામાં આવી છે
તે ઉપરાંત ટીંબડીના ગ્રામજનો અને ધરમપુરના ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરી જણાવ્યું છે કે ટીંબડી અને ધરમપુરની સીમમાં ખનીજની ખાણો આવેલ છે જ્યાં ગેરકાયદેસર ખોદકામ કરીને ખનીજ ચોરી કરવામાં આવે છે ખનીજ કાઢવા માટે ગેરકાયદેસર બ્લાસ્ટ કરાય છે જેથી આજુબાજુના ગામોના મકાનમાં નુકશાન થાય છે વારંવાર બ્લાસ્ટથી ગ્રામજનોની મિલકતને નુકશાન પહોંચે છે જેથી ખનીજ ચોરી અટકાવવા અને ખનીજ ચોરીમાં સાથ આપનાર તમામ સામે પગલા લેવા માંગ કરવામાં આવી છે.

(12:34 am IST)