Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ભુજમાં સંજયનગરમાંથી 20 કિલો પાડાના માંસ સાથે એક શખ્શની ધરપકડ

આરોપીને 10 હજાર રોકડ,માંસના જથ્થા અને સાધનો સાથે ઝડપી લેવાયો

ભુજ : શહેરના સંજયનગરી વિસ્તારમાંથી બી-ડિવિઝન પોલીસે ર૦ કિલો પાડાના માંસ સાથે એકની ધરપકડ કરી હતી. ભુજ બી-ડિવિઝન પીઆઈ આર.એન.ખાંટે આપેલી વિગતો મુજબ પોલીસને મળેલી બાતમી મુજબ સંજયનગરીમાં રહેતા જીવણ દેવજી પરમાર પોતાના ઘેર પશુઓની હત્યા કરી ગેરકાયદેસર રીતે માંસનું વેંચાણ કરે છે તેને આધારે પોલીસે દરોડો પાડી આરોપીને રૂા.૧૦ હજારની રોકડ સહિત માંસના જથ્થા અને સાધનો સાથે કુલ ૧૭.૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

(1:52 pm IST)