Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ ૨ કેસ : જાફરાબાદના ટીંબી ગામ ના તબીબ અને સાવરકુંડલાની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ

અમરેલી જિલ્લામાં કોરોના ના વધુ ૨ કેસ નોંધાયા છે. જાફરાબાદના ટીંબી ગામ ના તબીબ અને સાવરકુંડલાની યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે

તા. ૨૫ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજના વધું ૨ પોઝિટિવ કેસ મળી કુલ ૬ કેસ નોંધાયેલ છે.

જાફરાબાદના ટીંબી ખાતેના ૩૧ વર્ષીય તબીબ  પુરુષ તબીબની કોઈ ટ્રાવેલ હિસ્ટરી નથીછેલ્લા ૩ દિવસથી તાવ, શરદી, ખાંસીના લક્ષણો જણાતાં સિવિલ ખાતે ગઈકાલે દાખલ કરાયા હતા હાલ એમનું દવાખાનું સંપૂર્ણપણે બંધ છે

જ્યારે સાવરકુંડલાના ૧૯ વર્ષીય મહિલાને તાવ, ખાંસીના લક્ષણો જણાતાં ગઈકાલે સિવિલ અમરેલીમાં દાખલ કરાયા હતા સુરત પોલીસે આ મહિલાની કસ્ટડી અમરેલી પોલીસને સોંપી કોર્ટમાં રજૂ કર્યા હતા  આ મહિલા અમરેલીમાં રહ્યા નથી

હાલ, આ દર્દીઓના કોન્ટેક્ટમાં આવેલા તમામના મેડિકલ ચેકઅપ ની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

(1:34 pm IST)