Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોધીડામાં મનસુખ સોલંકીની વાડીમાં ઝાડ નીચે બેસી જૂગાર રમતાં પાંચ પકડાયા

આજીડેમ પોલીસે દરોડો પાડતાં ભાડુઇનો ગણેશ મેટારીયા ભાગી ગયો

રાજકોટ તા. ૨૫: સરધારના લોધીડા ગામની સીમમાં આવેલી મનસુખભાઇ ચકુભાઇ સોલંકીની વાડીમાં ઝાડ નીચે બેસી જૂગાર રમી રહેલા પાંચ શખ્સોને આજીડેમ પોલીસે પકડી લીધા હતાં. જ્યારે એક શખ્સ નાશી ગયો હતો.

પોલીસે દરોડો પાડી સુરેશ નથુભાઇ નાગડુકીયા (ઉ.૨૬-રહે .લોધીડા), ધર્મેશ માવજીભાઇ શાપરા (ઉ.૩૦-રહે. ભાડુઇ), મનસુખ ઉર્ફ મુન્નો વિઠ્ઠલભાઇ રોજાસરા (ઉ.૩૩-રહે. અણિયારા), છગન હરજીભાઇ મેવાસીયા (ઉ.૩૫-રહે. ચિત્રાવાવ રાજકોટ) તથા વિજય ભાયાભાઇ સોલંકી (ઉ.૨૦-રહે. લોધીડા)ને પકડી લઇ રૂ. ૧૧૪૬૦ રોકડા તથા ગંજીપાના કબ્જે કર્યા હતાં. દરોડો પડતાં કોટડા સાંગાણીના ભાડુઇ ગામનો ગણેશ રવજીભાઇ મેટારીયા ભાગી ગયો હતો.

પીઆઇ વી. જે. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ વાઘેલા, એએસઆઇ કાળુભાઇ ગામેતી સહિતે દરોડો પાડ્યો હતો.

(12:53 pm IST)